માર્ચ 19, 2025 6:57 પી એમ(PM)

views 10

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં અડચણરૂપ દબાણો હટાવવામાં આવ્યા

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં અડચણરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે, જેમાં 811 ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી થઈ રહી છે. કુંભારવાડા બ્રિજથી દરિયાઈ ક્રીક સુધીના 185 ગરકાદેસર દબાણો પર બુલડોઝર ફેરવી અંદાજે 800 મીટર વિસ્તાર ખુલ્લો કરાયો. આ ઉપરાંત કુંભારવાડા બ્રિજથી જવાહર નગર ફાટક તરફ અંદાજે 800 મીટર વિસ્તારમાં 215 જેટલા ગેરકાયદેસર બાંધકામોના દબાણોને દૂર કરાયા હતા. આગામી દિવસોમાં જવાહર નગર ફાટકથી શાસ્ત્રીનગર બ્રિજ અને ગઢેચી વડલાથી બોરતળાવ સુધીમાં માલિકી આધારે અને બાંધકામ ...

ફેબ્રુવારી 17, 2025 4:03 પી એમ(PM)

views 14

ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ ભાવનગર જિલ્લાના શિક્ષણાધિકારીની ઉપસ્થિતિમાં યોજાયો

ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ ભાવનગર જિલ્લાના શિક્ષણાધિકારીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. તેમણે તમામ વિદ્યાર્થીઓને તણાવ વિના શાંતિથી પરીક્ષા આપવા માટેની શીખ આપી હતી. આ ઉપરાંત તંદુરસ્તીની કોઈ ચિંતા વિના પરીક્ષા કઈ રીતે આપવી અને બાકી દિવસોમાં કઈ રીતે કાર્ય કરવું જેવા મુદ્દાની હળવી શૈલીમાં રજૂઆત કરી હતી વિદ્યાર્થીઓએ પણ શાળા જીવનના સ્મરણોને પોતાની શૈલીમાં રજૂ કર્યા હતા.

ફેબ્રુવારી 13, 2025 3:48 પી એમ(PM)

views 11

ભાવનગરમાં ખેલ મહાકુંભનાં ત્રીજા તબક્કામાં સૌરાષ્ટ્ર ઝોનકક્ષા ફૂટબોલ અંડર ૧૪, અંડર ૧૭, ઓપન કેટેગરીની ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો

ભાવનગરમાં ખેલ મહાકુંભનાં ત્રીજા તબક્કામાં સૌરાષ્ટ્ર ઝોનકક્ષા ફૂટબોલ અંડર ૧૪, અંડર ૧૭, ઓપન કેટેગરીની ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો હતો. સરદાર પટેલ રમત સંકુલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સીદસર રોડ ખાતે અંડર ૧૪ બહેનોની ફૂટબોલ સ્પર્ધામાં સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાઓનાં બહોળી સંખ્યામાં રમતવીરોએ ભાગ લીધો હતો. 23મી ફેબ્રુઆરી સુધી આ રમતોત્સવ ચાલશે.

ફેબ્રુવારી 6, 2025 7:57 પી એમ(PM)

views 16

ભાવનગર જવાહર મેદાન ખાતે તા.૮ અને ૯ મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ “મિલેટ મહોત્સવ-૨૦૨૫”નું આયોજન કર્યુ છે

ભાવનગર જવાહર મેદાન ખાતે તા.૮ અને ૯ મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ "મિલેટ મહોત્સવ-૨૦૨૫"નું આયોજન કર્યુ છે. જેમાં મિલેટ્સની વિવિધ લાઇવ વાનગીઓના ફુડ કોર્ટ, પ્રદર્શન સ્ટોલ તેમજ નિષ્ણાંતો દ્વારા મિલેટ્સનું આહારમા મહત્વ અંગેના માર્ગદર્શન સેમિનારની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ત્રિવિધ કાર્યક્રમમા સ્વાદ અને સ્વાસ્થ્યનાં અનોખા સંગમની લોકોને લિજ્જત માણવા મળશે. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ પણ કરવામાં આવશે.

ડિસેમ્બર 3, 2024 3:33 પી એમ(PM)

views 12

ભાવનગર જિલ્લાના 5 વર્ષ સુધીના અંદાજે 1 લાખ 76 હજારથી વધુ બાળકોને પોલીયો રસીથી સુરક્ષિત કરવા 8 ડિસેમ્બરે પોલિયો રસીકરણ કરાશે

ભાવનગર જિલ્લાના 5 વર્ષ સુધીના અંદાજે 1 લાખ 76 હજારથી વધુ બાળકોને પોલીયો રસીથી સુરક્ષિત કરવા 8 ડિસેમ્બરે પોલિયો રસીકરણ કરાશે.જે અંતર્ગત ગઇકાલે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી.ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, જિલ્લામાં કુલ 1 હજાર 110 બુથનું આયોજન કરાયું છે.કુલ 2 હજાર 86 ટુકડી દ્વારા પ્રથમ દિવસે પોલિયો બૂથ ઉપર અને બીજા અને ત્રીજા દિવસે ઘરે-ઘરે જઇ બાળકોને પોલીયોનાં ટીપાં પીવાડવામાં આવશે.આ કામગીરીના સંચાલન માટે તેમજ કોઈ બાળક રસિકરણથી વંચિત ન રહે તે માટે ...

નવેમ્બર 28, 2024 7:15 પી એમ(PM)

views 9

ભાવનગર જીલ્લા પોલીસના જવાનોએ મહુવાના ભવાનીનગર ખાતેના ચામુંડા ડાયવર્કસમાં કરેલી દરોડાની કાર્યવાહીમાં એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટીનો બાર કિલોથી વધુ જથ્થો જપ્ત કર્યો

ભાવનગર જીલ્લા પોલીસના જવાનોએ મહુવાના ભવાનીનગર ખાતેના ચામુંડા ડાયવર્કસમાં કરેલી દરોડાની કાર્યવાહીમાં એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટીનો બાર કિલોથી વધુ જથ્થો જપ્ત કર્યો છે. જેની કિંમત 12 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ, પોલીસે વન્યજીવ સંરક્ષણ ધારો 1972 હેઠળ બે આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, એમ્બરગ્રીસનો ઉપયોગ અત્તર અને ચીની તબીબી પધ્ધિતીની દવા બનાવવા માટે કરવામાં આવે છે. ભારતમાં એમ્બરગ્રીસનું વેચાણ વન્યજીવ સંરક્ષણ ધારો- 197...

સપ્ટેમ્બર 19, 2024 3:31 પી એમ(PM)

views 12

ભાવનગરમાં 17 સપ્ટેમ્બરે અન્નપૂર્તિ ગ્રેઈન એ.ટી.એમ. શરૂ કરવામાં આવ્યું

ભાવનગરમાં 17 સપ્ટેમ્બરે અન્નપૂર્તિ ગ્રેઈન એ.ટી.એમ. શરૂ કરવામાં આવ્યું હતું. ચોવીસ કલાકમાં 198 લાભાર્થીઓએ આ સુવિધાનો લાભ લીધો છે. 10 અંત્યોદય કાર્ડ ધારકો તથા 188 NFSA કાર્ડ ધારકોએ આ એટીએમ દ્વારા અનાજ મેળવ્યું હતું. એટીએમ દ્વારા ઘઉંનો 1 હજાર 584 કિલો જથ્થો તથા ચોખાનાં 2 હજાર 344 કિલો જથ્થાનું વિતરણ થયું હતું.

જુલાઇ 20, 2024 11:50 એ એમ (AM)

views 12

ભાવનગરમાંથી વગર પરવાને કોસ્મેટિક સાબુ બનાવવાની ફેકટરી ઝડપાઇ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભાવનગર ખાતેથી વગર પરવાને વિવિધ કોસ્મેટીક સાબુ બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે. તેમજ શંકાસ્પદ કોસ્મેટિકના ચાર નમુના લઈ ચકાસણી માટે મોકલી આશરે ૬૦ હજાર રૂપિયાની કિંમતનો કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, કોસ્મેટિકના લાયસન્‍સ વગર લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાત કરી અંધશ્રધ્ધા ફેલાવવાનું કૃત્ય કરતા લોકો દ્વારા કોઇ પણ પ્રકારની જ્યોતિષી કરવા માટેની ડિગ્રી વગર જ લોકોને જ્યોતીષ માર્ગદર્શન પુરુ પ...