જુલાઇ 1, 2024 8:04 પી એમ(PM) જુલાઇ 1, 2024 8:04 પી એમ(PM)

views 32

ભારત અને પાકિસ્તાને આજે નાગરિક કેદીઓ અને માછીમારોના નામોની યાદીની આપ-લે કરી

ભારત અને પાકિસ્તાને આજે નાગરિક કેદીઓ અને માછીમારોના નામોની યાદીની આપ-લે કરી. વિદેશમંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ભારતે પાકિસ્તાનને 366 નાગરિક કેદીઓ તેમજ 86 માછીમારોના નામ આપ્યા છે. જ્યારે પાકિસ્તાને ભારતને 43 નાગરિક કેદીઓ અને 211માછીમારોના નામ સોંપ્યા છે. વર્ષ 2008માં દ્વીપક્ષીય સમજૂતી અંતર્ગત બંને દેશો પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈએ આ યાદીની આપ-લે કરે છે. ભારતે પાકિસ્તાની જેલમાં રહેલા નાગરિકો અને માછીમારો તેમજ તેમનીબોટને ઝડપથી મુક્ત કરવા પાકિસ્તાનને અપીલ કરી છે.

જૂન 18, 2024 3:38 પી એમ(PM) જૂન 18, 2024 3:38 પી એમ(PM)

views 4

ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની વૃધ્ધિનો અંદાજ માર્ચનાં સાત ટકાથી વધારીને 7.2 ટકા કર્યો

ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની વૃધ્ધિનો અંદાજ માર્ચનાં સાત ટકાથી વધારીને 7.2 ટકા કર્યો છે. ગ્રાહક ખર્ચ અને રોકાણમાં વધારાને પગલે વૃધ્ધિદરનો અંદાજ સુધારવામાં આવ્યો છે. આજે વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ અંગે પ્રસિદ્ધ થયેલા ફિચ રેટિંગ્સના ત્રિમાસિક અહેવાલમાં વૈશ્વિક વૃધ્ધિનો અંદાજ 2.4 ટકાથી વધારીને 2.6 ટકા કરવામાં આવ્યો છે. યુરોપિયન દેશોમાં આર્થિક સ્થિતિમાં તથા ચીનનાં નિકાસ ક્ષેત્રમાં સુધારો નોંધાયો છે. ચીનને બાદ કરતાં ઊભરતા બજારોમાં સ્થાનિક માંગમાં મજબૂત ઉછાળો નોંધાયો છે. આ પરિબળો આગામી ...