ઓગસ્ટ 9, 2024 2:52 પી એમ(PM) ઓગસ્ટ 9, 2024 2:52 પી એમ(PM)
2
આજે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ પર પ્રધાનમંત્રી મોદીએ આ ચળવળમાં ભાગ લેનાર લોકોને શ્રદ્ધાંજલિ આપી
આજે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ચળવળમાં ભાગ લેનાર લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ ભારત છોડો ચળવળને સ્વતંત્રતા સંગ્રામની અમૂલ્ય ક્ષણ ગણાવી હતી. આ પ્રસંગે વિડિયો સંદેશ દ્વારા વિચારો રજૂ કરતા શ્રી મોદીએ સંસ્થાનવાદી શાસનથી ભારતની આઝાદીની લડતમાં ચળવળની મહત્વપૂર્ણ ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત છોડો આંદોલનને કારણે, દેશનો વર્તમાન સામૂહિક અવાજ, ભ્રષ્ટાચાર, વંશવાદી રાજકારણ અને તુષ્ટિકરણથી મુક્ત રાષ...