નવેમ્બર 15, 2024 7:23 પી એમ(PM) નવેમ્બર 15, 2024 7:23 પી એમ(PM)
5
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગના વાંડરર્સ સ્ટેડિયમમાં આજે ચોથી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગના વાંડરર્સ સ્ટેડિયમમાં આજે ચોથી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે સાડા આઠ વાગ્યે શરૂ થશે. ભારત ચાર મેચની શ્રેણીમાં 2—1થી આગળ છે. પ્રથમ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 61 રનથી અને બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. ત્રીજી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 11 રનથી હરાવી શ્રેણીમાં 2—1થી આગળ છે.