ડિસેમ્બર 6, 2024 7:32 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 7:32 પી એમ(PM)
4
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડેલેડ ખાતે બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં પહેલા દિવસે ભારતના 180 રનના જવાબમાં ઓસ્ટ્રેલીયાએ પહેલી ઇનિંગમાં એક વિકેટે 86 રન નોંધાવ્યા
પ્રવાસી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડેલેડ ખાતે આજથી શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં પહેલા દિવસે ભારતના 180 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં એક વિકેટે 86 રન નોંધાવ્યા છે. આજે પહેલા દિવસની રમત બંધ રહી ત્યારે નાથન મેકસવેની 38 અને લાબુસેન 20 રન સાથે રમતમાં છે. અગાઉ ભારતે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્કે છ વિકેટ ઝડપતાં ભારતની પહેલી ઇનિંગ 180 રનમાં સમેટાઇ હતી. ઉલ્લેખનીય છે કે, પર્થમાં રમાયેલી પહેલી ટેસ્ટમેચમાં વિજય મેળવીને ભારત આ શ્રેણીમાં 1-0 થી આગળ...