જૂન 27, 2025 1:59 પી એમ(PM) જૂન 27, 2025 1:59 પી એમ(PM)
3
ભારતે ચીન સાથે 2020 બાદ સરહદ અંગે આવેલા અવરોધ અને પરસ્પર અવિશ્વાસને દૂર કરવા માટે સરહદ સીમાંકનના કાયમી ઉકેલ પર ભાર મૂક્યો.
ભારતે ચીન સાથે 2020 બાદ સરહદ અંગે આવેલા અવરોધ અને પરસ્પર અવિશ્વાસને દૂર કરવા માટે સરહદ સીમાંકનના કાયમી ઉકેલ પર ભાર મૂક્યો છે. ભારત-ચીન સરહદ પર શાંતિ અને સુમેળ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકતા, ભારતે પરસ્પર મતભેદો ઘટાડીને સરહદ વિવાદનો ઉકેલ લાવવાનું પણ આહ્વાન કર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠનના સંરક્ષણમંત્રીઓની બેઠક દરમિયાન ચીનના સંરક્ષણ મંત્રી એડમિરલ ડોંગ જુન સાથે મુલાકાત કરી હતી. શ્રી સિંહે પરસ્પર સંબંધોને સામાન્ય બનાવવા માટેના બંને દેશોના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો....