ફેબ્રુવારી 23, 2025 2:27 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 2:27 પી એમ(PM)

views 1

તેલંગાણામાં ટનલમાં ફસાયેલા 8 શ્રમિકને બચાવવાની કામગીરીમાં ભારતીય સેના પણ જોડાઈ.

ભારતીય સેના તેલંગાણાના નાગર કુર્નુલ જિલ્લાના દોમાલા પેન્ટા ખાતે ટનલમાં ફસાયેલા 8 શ્રમિકને સલામત રીતે બહાર કાઢવા બચાવ કામગીરીમાં જોડાઈ છે. સિકંદરાબાદથી સેનાનું ઇજનેરી કાર્યદળ સ્થળ પર પહોંચ્યું છે. રાષ્ટ્રીય અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ટુકડી ગઈકાલથી સ્થળ પર છે. અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ, ભારતીય સેના બચાવ પ્રયાસને ઝડપી બનાવવા રાજ્યના અધિકારીઓ સાથે નજીકથી સંકલનમાં છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે છતનો એક ભાગ તૂટી પડવાથી 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને 8 લોકો ટનલમાં ફસાઈ ગયા હતા.

નવેમ્બર 19, 2024 9:56 એ એમ (AM) નવેમ્બર 19, 2024 9:56 એ એમ (AM)

views 4

ભારતીય સેનાએ બહુ-પક્ષીય વાર્ષિક સંયુક્ત માનવીય સહાય અને આપત્તિ રાહત કવાયતનું સફળતાપૂર્વક ઉદ્ઘાટન કર્યું

ભારતીય સેનાએ બહુ-પક્ષીય વાર્ષિક સંયુક્ત માનવીય સહાય અને આપત્તિ રાહત કવાયતનું સફળતાપૂર્વક ઉદ્ઘાટન કર્યું હતું. ગઈકાલથી શરૂ થયેલા અમદાવાદ ખાતેના 'સંયુક્ત વિમોચન 2024'. ઉદ્ઘાટન કાર્યક્રમમાં વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન સાધીને આપત્તિને પહોંચી વળવાની તૈયારીના હેતુથી કવાયતની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 'ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાત' ની થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી ઓખા-પોરબંદર દરિયાકિનારા પરની અસરોની ટેબલ ટોપ એક્સરસાઇઝ દર્શાવવામાં આવી હતી. 'સંયુક્ત વિમોચન 2024'માં ક્ષમતા પ્રદર્શન અને ઔ...

સપ્ટેમ્બર 20, 2024 7:49 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2024 7:49 પી એમ(PM)

views 1

ભારતીય સેના અને મણિપુર પોલીસે સંયુક્ત કામગીરી કરીને મણિપુરમાંથી સાત વિસ્ફોટક ઉપકરણ – I.E.D. કબજે કર્યા

ભારતીય સેના અને મણિપુર પોલીસે સંયુક્ત કામગીરી કરીને મણિપુરમાંથી સાત વિસ્ફોટક ઉપકરણ – I.E.D. કબજે કર્યા છે. ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના બોંગજંગ અને ઈથમ ગામોના પહાડી વિસ્તારમાં સેના અને પોલીસે દરોડા પાડતાં આ ઉપકરણ મળી આવ્યા હતાં. કોલકાતામાં આવેલા પૂર્વ કમાન્ડના મુખ્યમથક ફૉર્ટ વિલિયમના જણાવ્યા મુજબ, ખાનગી માહિતીના આધારે તપાસ અભિયાન શરૂ કરાતાં આ સફળતા મળી છે. તપાસ દરમિયાન 28 કિલો વજનના સાત I.E.D. કબજે કરાયા છે. ભારતીય સેનાના ઇજનેરોની ટુકડીએ આ I.E.D.ને નિષ્ક્રિય કરતાં સંભવિત મોટી જાનહાની ટળી છે.