જાન્યુઆરી 24, 2025 3:43 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 3:43 પી એમ(PM)

views 5

ભારતીય વાયુસેના દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર પ્રેરણ પ્રચાર પ્રદર્શન યોજાયું

ભારતીય વાયુસેના દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર પ્રેરણ પ્રચાર પ્રદર્શન યોજાયું. જે અંતર્ગત મોડાસાની સર પી ટી વિજ્ઞાન મહાવિદ્યાલય ખાતે યોજાયેલા આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓને ભારતીય વાયુસેનામાં કેવી રીતે ભરતી થાય છે, કેવી તકો હોય છે, કેવી રીતે આગળ વધી શકાય, તે અંગે જરૂરી જાણકારી આપવામાં આવી હતી.

જાન્યુઆરી 1, 2025 6:50 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 6:50 પી એમ(PM)

views 5

એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ આજે ભારતીય વાયુસેનાના પશ્ચિમી કમાન્ડનો હવાલો સંભાળ્યો

એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ આજે ભારતીય વાયુસેનાના પશ્ચિમી કમાન્ડનો હવાલો સંભાળ્યો છે. તેઓ ડિસેમ્બર 1986માં ભારતીય વાયુસેનામાં ફાઈટર પાઈલટ તરીકે જોડાયા હતા. તેમની 38 વર્ષની સેવા દરમિયાન તેઓ સંસ્થામાં મહત્વના હોદ્દા પર રહ્યા. તેઓ એર માર્શલ પંકજ સિન્હાનું સ્થાન લેશે જેઓ 39 વર્ષથી વધુની સેવા પછી નિવૃત્ત થયા હતા.