માર્ચ 9, 2025 7:28 પી એમ(PM) માર્ચ 9, 2025 7:28 પી એમ(PM)

views 3

રેલવે દ્વારા હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને આજથી 28 એપ્રિલ સુધી પાટણ અને રાજકોટ-લાલકુઆ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાઈ રહી છે.

રેલવે દ્વારા હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને આજથી 28 એપ્રિલ સુધી પાટણ અને રાજકોટ-લાલકુઆ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાઈ રહી છે.આ ટ્રેન દર રવિવારે બપોરે 1 વાગીને 10 મિનીટે લાલકુઆથી પ્રસ્થાન કરી સોમવારે બપોરે પાટણ અને સાંજે રાજકોટ પહોંચશે.તેવી જ રીતે આ ટ્રેન દર સોમવારે રાત્રે સાડા દસ વાગ્યે રાજકોટ થી પ્રસ્થાન કરી બુધવારે લાલકુઆ પહોંચશે.

નવેમ્બર 3, 2024 7:53 પી એમ(PM) નવેમ્બર 3, 2024 7:53 પી એમ(PM)

views 4

ભારતીય રેલવે તહેવારોને જોતા પ્રવાસીઓની સુવિધાઓ માટે આજે દિલ્હીથી દેશના વિવિધ ભાગો માટે લગભગ વીસ નવી ટ્રેનો ચલાવી રહ્યું છે.

ભારતીય રેલવે તહેવારોને જોતા પ્રવાસીઓની સુવિધાઓ માટે આજે દિલ્હીથી દેશના વિવિધ ભાગો માટે લગભગ વીસ નવી ટ્રેનો ચલાવી રહ્યું છે. જેમાં દરભંગા, બરૌની, પટણા, કટરા, મુઝફ્ફરપુર, બલિયા, કામખ્યા અને આઝમગઢ માટે વિશેષ ટ્રેન શરૂ કરાઈ છે. આ ઉપરાંત ઉત્તર ભારતમાં પ્રચલિત છઠ પૂજા માટે બેથી આઠ તારીખ સુધીમાં 145થી વધુ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. જે દ્વારા પ્રતિદિવસ અંદાજે બે લાખ વધારાના મુસાફરો માટે મુસાફરી સુલભ બનાવાઈ રહી છે. પહેલી ઓક્ટોબરથી ત્રીસ નવેમ્બર વચ્ચે અંદાજે સાત હજાર જેટલી વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરાઈ છે....

નવેમ્બર 3, 2024 2:00 પી એમ(PM) નવેમ્બર 3, 2024 2:00 પી એમ(PM)

views 1

છઠ અને અન્ય તહેવાર નિમિત્તે રેલવે વિશેષ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે.

છઠ અને અન્ય તહેવાર નિમિત્તે રેલવે વિશેષ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે. લગભગ 20 વિશેષ ટ્રેન રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોના મુખ્ય રેલવે મથકથી દોડાવવામાં આવશે, જેમાં દરભંગા, રાંચી, પટના, કટરા, મુજફ્ફરપુર, બલિયા, કામખ્યા અને આઝમગઢ સામેલ છે. ભારતીય રેલવે દર વર્ષે તહેવારો દરમિયાન લાખો મુસાફરોની સુવિધા માટે વિશેષ ટ્રેનનું સંચાલન કરે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 2 હજાર 800થી વધુ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. ગયા વર્ષે આ તહેવારો દરમિયાન અંદાજે સાડા ચાર હજાર વિશેષ ટ્રેનનું સંચાલન થયું હતું.