જાન્યુઆરી 28, 2025 9:31 એ એમ (AM) જાન્યુઆરી 28, 2025 9:31 એ એમ (AM)

views 3

ભારતીય રિઝર્વ બેંકે, ડિસેમ્બર 2024 માં ચુકવણા અહેવાલ પ્રકાશિત કર્યો

ભારતીય રિઝર્વ બેંકે, ડિસેમ્બર 2024 માં ચુકવણા અહેવાલ પ્રકાશિત કર્યો છે. જેમાં વર્ષ 2024 સુધીના છેલ્લા પાંચ કેલેન્ડર વર્ષ દરમિયાન ભારતમાં વિવિધ ચુકવણી વ્યવહારોના વલણોનું આ અહેવાલમાં વિશ્લેષણ કરાયું છે. ખાસ કરીને આ અહેવાલમાં UPI માં વિસ્તૃત વિશ્લેષણ રજૂ કરાયું છે. હવેથી, આ રિપોર્ટ RBI વેબસાઇટ પર અર્ધવાર્ષિક ધોરણે પ્રકાશિત કરશે.

જાન્યુઆરી 18, 2025 9:10 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 9:10 એ એમ (AM)

views 3

રિઝર્વ બેંકે, બેંકોને નવા અને હાલના તમામ ગ્રાહકોના ડિપોઝિટ ખાતાઓ અને લોકરમાં નોમિનેશન સુનિશ્ચિત કરવા જણાવ્યું.

રિઝર્વ બેંકે, બેંકોને નવા અને હાલના તમામ ગ્રાહકોના ડિપોઝિટ ખાતાઓ અને લોકરમાં નોમિનેશન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, મોટી સંખ્યામાં ખાતાઓમાં નોમિનેશન કરાયા નથી. નોમિનેશનનો ઉદ્દેશ્ય થાપણદારના મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યોના દાવાઓનું ઝડપી સમાધાન અને તેમની મુશ્કેલીઓ ઘટાડવાનો છે.ગઈકાલે જારી કરાયેલા એક જાહેરનામામાં, રિઝર્વ બેંકે બેંકના બોર્ડની ગ્રાહક સેવા સમિતિને સમયાંતરે નોમિનેશન પ્રક્રિયાની સમીક્ષા કરવા જણાવ્યું છે. આ વર્ષે 31 માર્ચથી ત્રિમાસિક ધોરણે આ સંદર્ભમાં થયેલી પ્...

ડિસેમ્બર 6, 2024 7:40 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 7:40 પી એમ(PM)

views 4

ભારતીય રિઝર્વ બેંકે સતત 11મી વખત રેપો રેટ સાડા છ ટકા યથાવત રાખવાનો નિર્ણય લીધો

ભારતીય રિઝર્વ બેંકે સતત 11મી વખત રેપો રેટ સાડા છ ટકા યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. એવી જ રીતે સ્થાયી જમા સુવિધા દર એસડીએફ પણ સવા છ ટકા યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2023 પછી રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરોમાં ફેરફાર કરાયો નથી. જો કે, તરલતા પરનું ભારણ ઘટાડવા રિઝર્વ બેન્કે કેશ રિઝર્વ રેશિયો – સીઆરઆરમાં સહેજ ઘટાડો કરીને તે 4 ટકા કર્યો છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ફુગાવાના વધતા દબાણ સામે સ્થિરતા જાળવવાની બેન્કની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. તેમણે કહ્યું કે, રિઝર્વ બે...