જાન્યુઆરી 1, 2025 7:28 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 7:28 પી એમ(PM)
6
ભારતીય નૌકાદળ આ મહિનાની 15મી તારીખે સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજો નીલગીરી, સુરત અને વાઘશીરને સામેલ કરવા જઈ રહ્યું છે
ભારતીય નૌકાદળ આ મહિનાની 15મી તારીખે મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજો નીલગીરી, સુરત અને વાઘશીરને સામેલ કરવા જઈ રહ્યું છે. આ ત્રણેય યુદ્ધ જહાજો ભારતીય નૌકાદળની લડાયક સજ્જતામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ યુદ્ધ જહાજો સંરક્ષણ સ્વનિર્ભરતા અને સ્વદેશી જહાજ નિર્માણના ક્ષેત્રમાં દેશની અજોડ પ્રગતિને પ્રતિબિંબિત કરશે. યુદ્ધ જહાજ નીલગીરી ગુપ્તચર સુવિધાઓ અને વિશ્વસ્તરીય ટેકનોલોજીથી સજ્જ છે. સુરત યુદ્ધ જહાજની ડિઝાઇન અને ક્ષમતાઓમાં નોંધપાત્ર સુધારાઓ છે. આધુનિક ઉડ્ડયન સુવિધાઓથી સજ્જ યુદ...