માર્ચ 12, 2025 7:43 પી એમ(PM) માર્ચ 12, 2025 7:43 પી એમ(PM)

views 11

હરિયાણાની વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના મેયર, પ્રમુખ અને વોર્ડ સભ્યોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ

હરિયાણાની વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના મેયર, પ્રમુખ અને વોર્ડ સભ્યોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. ગુરુગ્રામ અને રોહતક સહિત દસ મેયર પદોમાંથી નવ માટે ભાજપે ચૂંટણી જીતી. ફરીદાબાદ મહાનગરપાલિકામાં મેયર પદ માટે ભાજપના ઉમેદવાર પ્રવીણ જોશીએ ઐતિહાસિક જીત નોંધાવી. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર લતા રાનીને 3 લાખ 16 હજાર 852 મતોથી હરાવીને જીત મેળવી.

ફેબ્રુવારી 20, 2025 3:45 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 3:45 પી એમ(PM)

views 5

ભારતીય જનતા પાર્ટીના નેતા અને રોહિણીના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ તરીકે શપથ લેશે

ભારતીય જનતા પાર્ટીના નેતા અને રોહિણીના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ તરીકે શપથ લેશે. તેમણે રોહિણી વિધાનસભા મતવિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રદીપ મિત્તલને 37 હજારથી વધુ મતોથી હરાવી જીત મેળવી હતી. પત્રકારો સાથે વાત કરતા, શ્રી ગુપ્તાએ દિલ્હી વિધાનસભાના અધ્યક્ષની જવાબદારી સોંપવા બદલ પાર્ટીનો આભાર માન્યો હતો.

ફેબ્રુવારી 17, 2025 7:45 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 7:45 પી એમ(PM)

views 4

ચીન અંગેના કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના નિવેદનને ભાજપે ગલવાનમાં જાન ગુમાવનાર ભારતીય સૈનિકોનું અપમાન ગણાવ્યું

ભારતીય જનતા પાર્ટીએ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વડા સામ પિત્રોડાએ ચીનના સમર્થનમાં આપેલા નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપ મુખ્યાલયમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ સેમ પિત્રોડાના નિવેદનને ગલવાન ખીણમાં પોતાના જીવનું બલિદાન આપનારા સૈનિકોનું અપમાન ગણાવ્યું હતું.. જોકે કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ નિવેદન સામ પિત્રોડાનું વ્યક્તિગત હોવાનું જણાવીને આ વિવાદથી કોંગ્રેસને દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો.

ફેબ્રુવારી 8, 2025 7:28 પી એમ(PM) ફેબ્રુવારી 8, 2025 7:28 પી એમ(PM)

views 6

ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજયની રાજ્યમાં ઉજવણી કરી

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીતની ભાજપે ઉજવણી કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા. સંગઠન મહા મંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ,અમિત શાહ સહિતના આગેવાનોના નેતૃત્વના કારણે ભાજપને વિજય પ્રાપ્ત થયો છે.પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમની પ્રતિક્રિયા આ મુજબ આપી... (BYTE: C R PATIL)   

જાન્યુઆરી 31, 2025 6:51 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 6:51 પી એમ(PM)

views 4

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પર કરાયેલી ટિપ્પણીની નિંદા કરી

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પર કરાયેલી ટિપ્પણીની નિંદા કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રીનડ્ડાએ કહ્યું કે જાણી જોઇને આવા શબ્દોનો પ્રયોગ કરવો કોંગ્રેસ પાર્ટીની ગરીબ અને આદિવાસી વિરોધી ચરિત્રને દર્શાવે છે. આ તરફ ગુજરાતનાં લોકસભા સાંસદ પ્રભુ વસાવાએ દેશના આદિવાસી સમુદાયની માફી માગવા કોંગ્રેસ પાસે માંગ કરી છે.

જાન્યુઆરી 29, 2025 3:13 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 3:13 પી એમ(PM)

views 7

રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે આજે અને આવતીકાલે ભારતીય જનતા પાર્ટીની સંસદીય બૉર્ડની બેઠક યોજાશે

રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે આજે અને આવતીકાલે ભારતીય જનતા પાર્ટીની સંસદીય બૉર્ડની બેઠક યોજાશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન મળેલા નામની ચર્ચા સંસદીય બૉર્ડની બેઠકમાં કરાશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ બેઠક ગાંધીનગરમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આગામી 16 ફેબ્રુઆરીએ 66 નગરપાલિકા, એક મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, પેટાચૂંટણી યોજાશે. આ માટેના ઉમે...

જાન્યુઆરી 25, 2025 6:31 પી એમ(PM) જાન્યુઆરી 25, 2025 6:31 પી એમ(PM)

views 4

ભારતીય જનતા પાર્ટીએ આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેનો ત્રીજો ઢંઢેરો બહાર પાડ્યો

ભારતીય જનતા પાર્ટીએ આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેનો ત્રીજો ઢંઢેરો બહાર પાડ્યો હતો, જેમાં યમુના નદીનોઅમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટ જેવો વિકાસ કરવાનો અને ભારત-પાકિસ્તાનનાં ભાગલા સમયેશહેરમાં સ્થાયી થયેલા શરણાર્થીઓને આપવામાં આવેલી મિલકતોનું લીઝહોલ્ડમાંથીફ્રીહોલ્ડમાં રૂપાંતરણ કરવાનાં વચનનો સમાવેશ થાય છે. ઢંઢેરો રજૂ કરતા ગૃહ મંત્રીઅમિત શાહે જણાવ્યું કે, દિલ્હીમાં ભાજપની સરકાર આવશે તો યુવાનોને 50 હજાર નોકરીઓ આપવામાંઆવશે. તેમણે 20 લાખ સ્વરોજગાર તકો ઊભી કરવાનું, તમામ ગરીબોને 10 લાખ રૂપિયાનો મફત વીમો,મ...

ડિસેમ્બર 19, 2024 7:12 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:12 પી એમ(PM)

views 5

ભારતીય જનતા પાર્ટીએ આજે સંસદ ભવનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પક્ષના બે સાંસદોને મારપીટ અને ઉશ્કેરણીને કારણે થયેલી ઈજાઓ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી

ભારતીય જનતા પાર્ટીએ આજે સંસદ ભવનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પક્ષના બે સાંસદોને મારપીટ અને ઉશ્કેરણીને કારણે થયેલી ઈજાઓ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ભાજપના વરિષ્ઠ નેતા અનુરાગ ઠાકુરે કહ્યું કે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી તેમની ફરિયાદમાં તેમણે આજે સંસદની બહાર બનેલી ઘટનાનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે એનડીએના સાંસદ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. શ્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે જ્યારે સુરક્ષા દળોએ શ્ર...

ઓક્ટોબર 8, 2024 2:04 પી એમ(PM) ઓક્ટોબર 8, 2024 2:04 પી એમ(PM)

views 5

હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની અને કાશ્મીરમાં જમ્મુ કાશ્મીર-નેશનલ કોન્ફરન્સની સંયુક્ત સરકાર રચાવાની શક્યતા

જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે.અત્યાર સુધીનાં વલણો પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની સંયુક્ત તથા હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે.જમ્મુ કાશ્મીરમાં ભૂતપુર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબદુલ્લા બડગામ અને ગાંદરબાલ એમ બંને બેઠકો પર આગળ છે.કોંગ્રેસના પીરઝાદા મોહમ્મદ સઈદ અનંતનાગ બેઠક પર અને નેશનલ કોન્ફરન્સના અબ્દુલ મજીદ ભાટ અનંતનાગ પશ્ચિમ બેઠક પર આગળ છે.જમ્મુ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ ગન...

સપ્ટેમ્બર 6, 2024 9:31 એ એમ (AM) સપ્ટેમ્બર 6, 2024 9:31 એ એમ (AM)

views 5

ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે.

ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ભાજપના પ્રમુખ જેપી નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામો સામેલ છે.. કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આ મહિનાની 25મી તારીખે યોજાશે. કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી, મનોહર લાલ ખટ્ટર, જી. કિશન રેડ્ડી, જિતેન્દ્ર સિંહ અને શિવરાજ સિંહ ચૌહાણ જેવા ભાજપના કેટલાક ટોચન...