ફેબ્રુવારી 6, 2025 7:43 પી એમ(PM)
6
મહિલા અને બાળ કલ્યાણમંત્રી ભાનુબેન બાબરિયાએ લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ જેવી અદ્યતન ટેક્નોલોજીના માધ્યમથી રાજ્યમાં 607 જેટલા આંગણવાડી કેન્દ્રો અને નંદઘર બનાવવાની જાહેરાત કરી
મહિલા અને બાળ કલ્યાણમંત્રી ભાનુબેન બાબરિયાએ લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ જેવી અદ્યતન ટેક્નોલોજીના માધ્યમથી રાજ્યમાં 607 જેટલા આંગણવાડી કેન્દ્રો અને નંદઘર બનાવવાની જાહેરાત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ અદ્યતન ટેક્નોલોજીથી ભૂકંપ, ભેજ, આગ જેવી વિવિધ પરિસ્થિતિનો સામનો કરી શકે તેવા નંદઘરો માત્ર 60 દિવસમાં તૈયાર થશે. રાજ્યના દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારમાં આ ટેક્નોલોજીનો વપરાશ કરી વધુ ઝડપથી અને ગુણવત્તાયુક્ત આંગણવાડી કેન્દ્રનું નિર્માણ સરળતાથી થઇ શકશે. આંગણવાડીમાં તમામ માળખાકીય સુવિધા જેવી કે શૌચાલય,...