ફેબ્રુવારી 18, 2025 7:17 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 7:17 પી એમ(PM)

views 6

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જનાદેશને મતદારોનો વિજય ગણાવ્યો

રાજ્યની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની 16 ફેબ્રુઆરીએ યોજાયેલી ચુંટણીમાં ભાજપને ફરી એક વખત મોટી જીત મળી છે. જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગર પાલિકા અને ત્રણ તાલુકા પંચાયતોની સામાન્ય અને તાલુકા તેમજ જીલ્લા પંચાયતોની પેટા ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી યોજાઇ. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામો મુજબ, જુનાગઢ મહાનગર પાલિકા સહિત 66 માંથી 61 જેટલી નગરપાલિકાઓમાં ભાજપે વિજય મેળવ્યો છે. જીત બાદ ગાંધીનગરમાં પત્રકારોને સંબોધતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આ જનાદેશને મતદારોનો વિજય ગણાવ્યો છે. કોંગ્રેસના...

સપ્ટેમ્બર 26, 2024 7:25 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 7:25 પી એમ(PM)

views 6

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, જમ્મૂ કાશ્મીરમાંથી આતંકવાદને મૂળથી નાબૂદ કરાયો છે

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, જમ્મૂ કાશ્મીરમાંથી આતંકવાદને મૂળથી નાબૂદ કરાયો છે અને તેને પેદા નહીં થવા દેવાય. ઉધમપુર જિલ્લાના ચેનાની વિસ્તારમાં ચૂંટણી સભાને સંબોધતા શ્રી શાહે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકારે કલમ 30 નાબુદ કરીને પક્ષ સંરક્ષક શ્યામા પ્રસાદ મુખર્જીનું સ્વપ્ન સાકાર કર્યું. શ્રી શાહે આજે ઉધમપુર, કઠુઆ અને જમ્મૂ જિલ્લામાં પાંચ ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું.

સપ્ટેમ્બર 26, 2024 2:26 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 2:26 પી એમ(PM)

views 9

ભાજપના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા પાર્ટીની સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે આજે ઓડિશાની એક દિવસની મુલાકાતે જશે

ભાજપના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા પાર્ટીની સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે આજે ઓડિશાની એક દિવસની મુલાકાતે જશે. શ્રી નડ્ડા ભુવનેશ્વરમાં પક્ષના સભ્યો સાથે વાતચીત કરશે અને સભ્યપદ અભિયાનમાં ભાગ લેશે. આ પ્રસંગે રાજ્યભરમાંથી વિવિધ જૂથો, સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજરી આપશે. બપોરે ભાજપ અધ્યક્ષ રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને પાર્ટીના અધિકારીઓ સાથે સભ્યપદ અભિયાન અંગે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે ભાજપનું સભ્યપદ અભિયાન આ મહિનાની બીજી તારીખથી શરૂ થયું છે.

સપ્ટેમ્બર 9, 2024 6:22 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2024 6:22 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી મોદી 15 સપ્ટેમ્બરે ઝારખંડની તેમની મુલાકાત દરમિયાન પીએમ આવાસ યોજનાનો પ્રથમ હપ્તો લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરશે: શિવરાજ સિંહ ચૌહાણ

ભાજપના ઝારખંડ વિધાનસભા ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતુંકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરે રાજ્યની તેમની મુલાકાત દરમિયાન પીએમ આવાસ યોજનાનો પ્રથમ હપ્તો લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરશે. શિવરાજસિંહ ચૌહાણે ઝારખંડની પ્રધાનમંત્રીની મુલાકાતની તૈયારીઓની સમીક્ષા કરી હતી.. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રીની જમશેદપુરની મુલાકાત દરમિયાન તેઓ , વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી ફરકાવશે. આ  ઉપરાંત, શ્રી મોદી એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.

સપ્ટેમ્બર 2, 2024 3:29 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 3:29 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાજપના સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પ્રધાનમંત્રીને તેમના સભ્યપદનું નવું પ્રમાણપત્ર આપતાં જ આ અભિયાનનો પ્રારંભથશે. ભાજપના તમામ વર્તમાન સભ્યોએ પોતાનું સભ્યપદ ફરી લેવું પડશે. પાર્ટીના સંવિધાન અનુસાર, દર પાંચથી છ વર્ષ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આજથી શરૂ થનારું ભાજપનું આઅભિયાન 10 નવેમ્બર સુધી વિવિધ તબક્કામાં પૂર્ણ થશે. જ્યારે પહેલા તબક્કો 25 સપ્ટેમ્બરે પૂર્ણ થશે. લોકો મિસ્ડ-કૉલ આપીને અથવા પાર...

જુલાઇ 2, 2024 3:18 પી એમ(PM) જુલાઇ 2, 2024 3:18 પી એમ(PM)

views 1

લોકસભામાં ગઈકાલે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કરેલા નિવેદન અંગે ભાજપે પ્રતિક્રિયા આપી

લોકસભામાં ગઈકાલે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કરેલા નિવેદન અંગે ભાજપે પ્રતિક્રિયા આપી છે. પ્રદેશ ભાજપ કાર્યલય કમલમ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપના પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસ અને મીડિયા સહ કન્વીનર ઝુબિન આશરાએ રાહુલ ગાંધીના નિવેદનને વખોડી કાઢ્યું હતું. ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલે રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરતા કહ્યું કે, હિન્દુ સમાજ સહિષ્ણુ અને અંહિસામાં માનનારો છે, જ્યારે રાહુલ ગાંધી આ વિશે ભ્રામક જૂઠ્ઠાણું ફેલાવી રહ્યા છે.