નવેમ્બર 3, 2024 7:25 પી એમ(PM) નવેમ્બર 3, 2024 7:25 પી એમ(PM)

views 3

ભાઇબીજના પર્વ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સીટી બસો અને બીઆરટીએસ બસોમાં મહિલાઓ માટે તદ્દન ફ્રીમાં મુસાફરીની ભેટ આપવામાં આવી છે.

ભાઇબીજના પર્વ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સીટી બસો અને બીઆરટીએસ બસોમાં મહિલાઓ માટે તદ્દન ફ્રીમાં મુસાફરીની ભેટ આપવામાં આવી છે. સવારથી રાજકોટ શહેરના જુદાજુદા રૂટો પર મોટા પ્રમાણમાં મહિલાઓ નિઃશુલ્ક મુસાફરી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રક્ષાબંધન, ભાઇવીજ અને વિશ્વ મહિલા દિવસે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહિલાઓને સીટી બસોમાં નિઃશુલ્ક બસ સેવાનો લાભ આપવામાં આવે છે. મોટા પ્રમાણમાં મહિલાઓ આ દિવસોમાં સીટી બસનો ઉપયોગ કરી હોય છે.

નવેમ્બર 3, 2024 7:22 પી એમ(PM) નવેમ્બર 3, 2024 7:22 પી એમ(PM)

views 1

ભાઇ-બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ ભાઇબીજના દિવસે બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામે 761 વર્ષથી અશ્વદોડ યોજાય છે.

ભાઇ-બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ ભાઇબીજના દિવસે બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામે 761 વર્ષથી અશ્વદોડ યોજાય છે. આ અશ્વદોડને નિહાળવા માટે દૂરદૂરથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ અશ્વદોડમાં 200 કરતાં વધુ અશ્વો ભાગ લે છે. રાઠોડ પરિવારના યુવાનો અશ્વદોડમાં ભાગ લે છે. વર્ષોથી નવા વર્ષે મુડેઠા ગામના ક્ષત્રિય દરબારો બહેન માટે ચૂંદડી લઇને પેપળું ગામ જાય છે. ભાઇબીજના દિવસે ભાઇ બખ્તર પહેલી ઘોડા પર મુડેઠા પરત આવે છે.