માર્ચ 30, 2025 7:10 પી એમ(PM) માર્ચ 30, 2025 7:10 પી એમ(PM)

views 3

ભરૂચમાં દુધધારા ડેરીથી ભોલાવ GIDC તરફ જતી ગટરમાંથી માનવ શરીરના બે ભાગ મળી આવ્યા છે.

ભરૂચમાં દુધધારા ડેરીથી ભોલાવ GIDC તરફ જતી ગટરમાંથી માનવ શરીરના બે ભાગ મળી આવ્યા છે. ગઈકાલે સાંજે પ્રથમ વખત માનવ અંગ મળ્યા બાદ આજે પણ વધુ અંગો મળતા સી ડિવિઝન પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી માનવ અંગોને બહાર કઢાવીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

ફેબ્રુવારી 20, 2025 7:09 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:09 પી એમ(PM)

views 3

ભરૂચ જિલ્લામાં 27મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12 બૉર્ડની પરીક્ષાને લઈ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ ગઈ

ભરૂચ જિલ્લામાં 27મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12 બૉર્ડની પરીક્ષાને લઈ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ ગઈ. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ટ્રાફિક સંચાલન, યોગ્ય આયોજન, એસ.ટી. બસની વ્યવસ્થા, વીજળી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સહિત તમામ પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી. જિલ્લા કલેક્ટરે વિદ્યાર્થીઓ ભયમુક્ત અને શાંત ચિત્તે પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં આ વખતે ધોરણ 10ના 22 હજાર 583 અને ધોરણ 12 સામાન...

નવેમ્બર 15, 2024 3:31 પી એમ(PM) નવેમ્બર 15, 2024 3:31 પી એમ(PM)

views 6

ભરૂચ જિલ્લાના હાંસોટના શેરા ગામ નજીક આજે વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયા છે

ભરૂચ જિલ્લાના હાંસોટના શેરા ગામ નજીક આજે વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયા છે. પુર ઝડપે જતી કાર વૃક્ષ સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયા છે. એક પરિવાર ભાવનગરથી સુરત જઇ રહ્યો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. હાંસોટ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.

નવેમ્બર 3, 2024 7:24 પી એમ(PM) નવેમ્બર 3, 2024 7:24 પી એમ(PM)

views 1

ભરૂચ શહેરમાંથી 30 લાખ 80 હજારની રોકડ રકમ સાથે પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.

ભરૂચ શહેરમાંથી 30 લાખ 80 હજારની રોકડ રકમ સાથે પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. ભરૂચની એસસીબી ટીમે અગાઉથી મળેલી માહીતીના આધારે ઓટોરીક્ષામાં સવાર બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જેમની પાસેથી 30 લાખ 80 હજાર રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. પકડાયેલા આરોપીઓએ પૂછતાછ દરમિયાન સંતોષકારક જવાબ ન આપતા પોલીસે બંને આરોપી સામે ભારતીય ચલણી નાણાની બિન અધિકૃત રીતે હેરાફેરી કેસમાં ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.