જૂન 27, 2025 1:50 પી એમ(PM)

views 8

અમદાવાદમાં ભારે ઉલ્લાસ અને શ્રધ્ધાપૂર્વક ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાનું સરસપુર મંદિર તરફ પ્રયાણ

અમદાવાદમાં ભારે ઉલ્લાસ અને શ્રધ્ધાપૂર્વક ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા સરસપુર તરફ આગળ વધી રહી છે. નગરચર્યાએ નીકળેલા ભગવાનનાં દર્શન કરીને ભાવવિભોર થયેલા નગરજનો ધન્યતા અનુભવી રહ્યા છે. બપોરે 12 વાગ્યા પહેલાં ગજરાજ સરસપુર પહોંચી ગયા હતા. છેલ્લાં અહેવાલ પ્રમાણે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજીનાં રથો કાલુપુર પહોંચ્યા છે. આજે સવારે ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમનાં પરિવાર સાથે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી હતી અને ભગવાનનાં આશીર્વાદ લીધા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે...