ડિસેમ્બર 30, 2024 7:55 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 7:55 પી એમ(PM)

views 4

ક્રિકેટમાં, મેલબોર્નમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારત પર 184 રનથી જીત મેળવી

ક્રિકેટમાં, મેલબોર્નમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારત પર 184 રનથી જીત મેળવી છે. 340 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારત તેની બીજી ઇનિંગમાં 155 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ અને સ્કોટ બોલેન્ડે 3-3 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ ઝડપી હતી. પાંચ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 2-1થી આગળ છે.

ડિસેમ્બર 30, 2024 2:32 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 2:32 પી એમ(PM)

views 4

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 184 રને હરાવ્યુઃ શ્રેણીમાં 2-1થી આગળ

ક્રિકેટમાં, મેલબોર્નમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારત પર 184 રનથી જીત મેળવી છે. 340 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારત તેની બીજી ઇનિંગમાં 155 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ અને સ્કોટ બોલેન્ડે 3-3 વિકેટ લીધી હતી. અગાઉ, ઑસ્ટ્રેલિયા આજે સવારે નવ વિકેટે 228 રનનાં ગઈ કાલના સ્કોરને આગળ ધપાવતાં 234 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ ઝડપી હતી. પાંચ મેચની શ્રેણીમ...

ડિસેમ્બર 27, 2024 7:43 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 7:43 પી એમ(PM)

views 7

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાઇ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે રમતના અંતે ભારતે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાઇ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે રમતના અંતે ભારતે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા છે. ભારતીય ટીમ હજુ પણ ઓસ્ટ્રેલિયાથી 310 રન પાછળ છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 474 રન કર્યા હતા. સૌથી વધુ 140 રન સ્ટિવ સ્મિથે કર્યા હતા. ભારત તરફથી જસપ્રિત બુમરાહે 4 અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ લીધી હતી. ભારતીય ટીમ આજે ભૂતપુર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘને શ્રધ્ધાંજલિ અર્પિત કરતા હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં...

ડિસેમ્બર 26, 2024 7:56 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:56 પી એમ(PM)

views 5

મેલબોર્ન ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે ભારત સામે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 311 રન નોંધાવ્યા છે

મેલબોર્ન ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે ભારત સામે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 311 રન નોંધાવ્યા છે. ઓસ્ટ્રેલિયા વતી પ્રથમ મેચ રમી રહેલા સામ કોન્સ્ટાસે સૌથી વધુ 60 રન કર્યા હતા. માર્નુસ લાબુશેંજનેએ 72 અને ઉસ્માન ખ્વાજાએ 57 રન કર્યા હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમોએ પાંચ મેચની શ્રેણીમાં એક-એક મેચ જીતી છે. જયારે એક મેચ ડ્રો થઇ છે.

ડિસેમ્બર 6, 2024 2:27 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 2:27 પી એમ(PM)

views 6

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ આજે ઓસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલ ખાતે શરૂ થઈ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ આજે ઓસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલ ખાતે શરૂ થઈ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લાં અહેવાલ પ્રમાણે ભારતે 6 વિકેટ ગુમાવીને 118 રન કર્યા છે. કે એલ રાહુલે 37 અને શુભમિન ગીલ 31 રનમાં આઉટ થઈ ગયા હતા. કેપ્ટન રોહિત શર્મા ત્રણ, વિરાટ કોહલી સાત અને યશસ્વી જયસ્વાલ શૂન્ય રનમાં આઉટ થયા હતા. આ ડે-નાઇટ મેચ ગુલાબી બોલથી રમાઇ રહી છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર જીત નોંધાવી હતી. આવતા વર્ષે જૂન...

નવેમ્બર 22, 2024 7:09 પી એમ(PM) નવેમ્બર 22, 2024 7:09 પી એમ(PM)

views 5

ઓસ્ટ્રેલિયાના પર્થમાં આજથી શરૂ થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં પહેલાં જ દિવસે સત્તર વિકેટ પડી

ઓસ્ટ્રેલિયાના પર્થમાં આજથી શરૂ થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં પહેલાં જ દિવસે સત્તર વિકેટ પડી ગઇ હતી.. પ્રથમ દિવસની રમત પૂરી થઇ ત્યારે ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં સાત વિકેટે 67 રન કર્યા હતા. કેપ્ટન જસપ્રીત બુમરાહે વેધક બોલિંગ કરીને યજમાન ટીમની ચાર વિકેટ ખેરવી હતી. જોકે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં ભારતની ટીમ માત્ર 150 રનમાં તંબુ ભેગી થઇ ગઇ હતી.. ટેસ્ટ કેપ મેળવનાર નીતિશ કુમાર રેડ્ડીએ સૌથી વધુ 59 બોલમાં 41 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.