માર્ચ 21, 2025 6:21 પી એમ(PM)

views 9

બોટાદ જિલ્લા પોલીસે 110 ગ્રામ પંચાયતના સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો

બોટાદ જિલ્લા પોલીસે 110 ગ્રામ પંચાયતના સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો.જેમાં જે ગ્રામ પંચાયત વિસ્તારમાં ગુના નોંધાયા ન હતા અથવા ઓછા નોંધાયા હતા તે ગામના સરપંચને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત ગ્રામ પંચાયત સ્તરે કાયદોઅને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે વ્યવસ્થા ગોઠવાય તેવા આયોજન અને માર્ગદર્શન પણ અપાયું હતું.

ફેબ્રુવારી 23, 2025 8:11 એ એમ (AM)

views 14

બોટાદ જિલ્લામાં 70 હજાર જેટલા રત્નકલાકારોને પરિચય કાર્ડ અપાશે.

બોટાદ જિલ્લામાં 70 હજાર જેટલા રત્નકલાકારોને પરિચય કાર્ડ અપાશે. બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન અને જેમ્સ એન્ડ જ્વેલર્સ મુંબઈના સંયુક્ત ઉપક્રમે સૌપ્રથમ વખત જિલ્લાના રત્નકલાકારોને આ કાર્ડ અપાશે. હાલમાં જિલ્લાના ડાયમંડ બજાર ખાતે સ્વૈસ્છિક આવનારા રત્ન કલાકારોને કાર્ડ કાઢી આપવાની કામગીરી શરૂ હોવાનું જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શંકર ધોળુએ જણાવ્યું હતું.