માર્ચ 21, 2025 6:12 પી એમ(PM) માર્ચ 21, 2025 6:12 પી એમ(PM)

views 3

સ્વિસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના મહિલા ડબલ્સમાં આજે ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ ક્વાર્ટર ફાઇનલમાં રમશે

સ્વિસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના મહિલા ડબલ્સમાં આજે ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ ક્વાર્ટર ફાઇનલમાં રમશે. તેમનો મુકાબલો હોંગકોંગની જોડી યેંગ નગા ટિંગ અને યેંગ પુઇ લામ સામે થશે. બીજી તરફ, શંકર સુબ્રમણ્યમ પણ પુરુષ સિંગલ્સમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. ક્વાર્ટર ફાઇનલમાં તેમનો મુકાબલો ફ્રાન્સના ક્રિસ્ટો પોપોવ સામે થશે. અન્ય તમામ ભારતીય ખેલાડીઓએ પોત પોતાની શ્રેણીના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

માર્ચ 12, 2025 6:46 પી એમ(PM) માર્ચ 12, 2025 6:46 પી એમ(PM)

views 6

બેડમિન્ટનમાં પીવી સિંધુનો સામનો આજે ઓલ ઈંગ્લેન્ડ ઓપન ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સના પહેલા રાઉન્ડમાં દક્ષિણ કોરિયાની કિમ ગા-યુન સામે થશે

બેડમિન્ટનમાં, ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુનો સામનો આજે બર્મિંગહામમાં ઓલ ઈંગ્લેન્ડ ઓપન ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સના પહેલા રાઉન્ડમાં દક્ષિણ કોરિયાની કિમ ગા-યુન સામે થશે. જ્યારે સાંજે ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની મહિલા ડબલ્સ જોડી અને સુંગ શુઓ યુન તેમજ યુ ચિએન હુઈની ચાઈનીઝ તાઈપેઈ જોડી વચ્ચે મુકાબલો થશે. બીજી તરફ પ્રિયા કોનજેંગબામ અને શ્રુતિ મિશ્રાની મહિલા ડબલ્સ જોડીનો સામનો દક્ષિણ કોરિયાની બેક હા ના અને લી સો હી સામે થશે.

જાન્યુઆરી 30, 2025 2:10 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 2:10 પી એમ(PM)

views 5

બેડમિન્ટનમાં, વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા કિદામ્બી શ્રીકાંતે ગઈકાલે રાત્રે થાઈલેન્ડના બેંગકોકમાં ચાલી રહેલી થાઈલેન્ડ માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પુરુષોની સિંગલ્સ ઇવેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો

બેડમિન્ટનમાં, વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા કિદામ્બી શ્રીકાંતે ગઈકાલે રાત્રે થાઈલેન્ડના બેંગકોકમાં ચાલી રહેલી થાઈલેન્ડ માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પુરુષોની સિંગલ્સ ઇવેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો, શ્રીકાંતે ઇઝરાયલના ડેનિલ ડુબોવેન્કોને સતત બે ગેમમાં 21-13, 21-18થી હરાવ્યો હતો. વિશ્વના 47મા ક્રમાંકિત શ્રીકાંતે હવે રાઉન્ડ 16ના મુકાબલામાં આજે બપોરે હોંગકોંગના જેસન ગુણવાન સામે રમશે.

નવેમ્બર 22, 2024 7:07 પી એમ(PM) નવેમ્બર 22, 2024 7:07 પી એમ(PM)

views 1

ચાઇના માસ્ટર્સ 2024 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં, ભારતની જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઇરાજ રેન્કી રેડ્ડીએ મેન્સ ડબલ્સ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ચાઇના માસ્ટર્સ 2024 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં, ભારતની જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઇરાજ રેન્કી રેડ્ડીએ મેન્સ ડબલ્સ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ જોડીએ શેનઝેનમાં ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ડેનિશની કિમ એસ્ટ્રુપ અને એન્ડર્સ સ્કારુપ રાસમુસેનની જોડીને 21-16, 21-19થી હરાવ્યા હતા.

ઓક્ટોબર 17, 2024 8:45 એ એમ (AM) ઓક્ટોબર 17, 2024 8:45 એ એમ (AM)

views 3

ડેનમાર્ક ઓપન બેડમિન્ટનમાં ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુ આજે મહિલા સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ચીનની હાન યુ સાથે રમશે.

ડેનમાર્ક ઓપન બેડમિન્ટનમાં ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુ આજે મહિલા સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ચીનની હાન યુ સાથે રમશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે એક વાગે ને પચાસ મિનિટે શરૂ થશે. શરૂઆતની મેચમાં સિંધુનો મુકાબલો તાઈપેઈની પાઈ યુ પો સામે થયો હતો, પરંતુ પો અધવચ્ચે જ મેચમાંથી ખસી ગઈ હતી.

સપ્ટેમ્બર 20, 2024 2:40 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2024 2:40 પી એમ(PM)

views 3

બેડમિન્ટનમાં ચાઇના ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય શટલર માલવિકા બંસોડનો જાપાનની અકાને યામાગુચી સામે પરાજય

બેડમિન્ટનમાં, ચાઇના ઓપનમાં ભારતીય ખેલાડી માલવિકા બંસોડનું શાનદાર પ્રદર્શન આજે સમાપ્ત થયું. બંસોડ વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં બે વખતનાં વિશ્વ વિજેતા જાપાનના અકાને યામાગુચી સામે 10-21, 16-21થી હારી ગયાં હતાં. સ્પર્ધામાં બંસોડ એકમાત્ર ભારતીય બાકી રહ્યાં હતાં. નાગપુરના ખેલાડીએ ગઈકાલે 16માં રાઉન્ડ ઓફ માં સ્કોટલેન્ડનાં કિર્સ્ટી ગિલમોરને રોમાંચક ત્રણ ગેમના શોડાઉનમાં હરાવીને અદભૂત પ્રદર્શન કર્યું હતું. અગાઉ, પ્રથમ રાઉન્ડમાં, બંસોડ વિશ્વનાં સાતમા ક્રમાંકિત અને પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેત...

સપ્ટેમ્બર 19, 2024 8:36 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2024 8:36 પી એમ(PM)

views 2

બેડમિન્ટનમાં ભારતની માલવિકા બંસોડે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ચીનના ચાંગઝોઉ ખાતે ચાઇના ઓપનની વિમેન્સ સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં તેનો વિજય થયો છે.

બેડમિન્ટનમાં ભારતની માલવિકા બંસોડે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ચીનના ચાંગઝોઉ ખાતે ચાઇના ઓપનની વિમેન્સ સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં તેનો વિજય થયો છે.. માલવિકાએ આજે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની 25 નંબરની ખેલાડી સ્કોટલેન્ડની કિર્સ્ટી ગિલમોરને હરાવી હતી. માલવિકા આવતીકાલે જાપાનની અકાને યામાગુચી સામે ક્વાર્ટર ફાઇનલમાં ટકરાશે.

સપ્ટેમ્બર 19, 2024 2:20 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2024 2:20 પી એમ(PM)

views 2

ચાઇના ઓપન 2024 બેડમિન્ટન સ્પર્ધામાં, મહિલા સિંગલ્સમાં ભારતની માલવિકા બંસોડે સ્કોટલેન્ડની કિર્સ્ટી ગિલમોરને હરાવી

ચાઇના ઓપન 2024 બેડમિન્ટન સ્પર્ધામાં, મહિલા સિંગલ્સમાં ભારતની માલવિકા બંસોડે સ્કોટલેન્ડની કિર્સ્ટી ગિલમોરને હરાવી. તેમણે ક્વાર્ટર ફાઇનલમાં આગળ વધવા માટે ગિલમોરને 21-17, 19-21, 21-16થી હાર આપી. આવતીકાલે માલવિકા, અકાને યામાગુચી સામે રમશે.

ઓગસ્ટ 3, 2024 9:28 એ એમ (AM) ઓગસ્ટ 3, 2024 9:28 એ એમ (AM)

views 2

ભારતીય શટલર લક્ષ્ય સેને ઇતિહાસ રચ્યો

ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ઈતિહાસ રચ્યો છે. તે ઓલિમ્પિકની સેમી ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરૂષ બેડમિન્ટન ખેલાડી બન્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. પ્રથમ મેડલ મહિલા ખેલાડી મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં જીત મેળવી છે. આ પછી તેણીએ સરબજોત સિંહ સાથે મળીને મિશ્ર ટીમમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. જ્યારે સ્વપ્નિલ કુસાલેએ 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. હવે લક્ષ્ય સેન પણ ઓલિમ્પિક મેડલથી માત્ર એક ડગલું દૂર છ...