ફેબ્રુવારી 13, 2025 7:39 પી એમ(PM)

views 15

કચ્છમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગંત નખત્રાણા તાલુકાના વિથોણ ખાતે જાગૃતિ સેમીનાર

કચ્છમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગંત નખત્રાણા તાલુકાના વિથોણ ખાતે જાગૃતિ સેમીનાર યોજાઇ ગયો. આ સેમિનારમાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.એક્ટ વિષે ગર્ભાવસ્થા પહેલા અને પ્રસૂતિ પહેલા નિદાન તકનીકો અધિનિયમ,૧૯૯૪, સ્ત્રી ભ્રૂણહત્યા રોકવા અને ભારતમાં ઘટતા લીંગ ગુણોત્તરને રોકવા માટે ઘડવામાં આવેલા કાયદા તથા કાયદાનું ઉલ્લંઘન કરનારને મળનારી સજા વિષે વિસ્તૃત માહિતી આપી હતી. "બેટી બચાઓ, બેટી પઢાઓ અંતગર્ત સમાજમાં દીકરી જન્મનું પ્રભુત્વ વધે તથા દીકરીઓના સ્થાન બાબતે સમાજમાં હકારાત્મ...

ફેબ્રુવારી 2, 2025 8:30 એ એમ (AM)

views 20

બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાના ૧૦વર્ષ પૂર્ણ થયાની ઉજવણી રાજ્ય તથા વિવિધ જીલ્લાઓ ખાતે કરવામાં આવી રહી છે.

બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાના ૧૦વર્ષ પૂર્ણ થયાની ઉજવણી રાજ્ય તથા વિવિધ જીલ્લાઓ ખાતે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW)ની ટીમ દ્વારા અંજાર તાલુકાના માથક ગામે “શેરી રમતોત્સવ” અંતર્ગત શેરી રમત અને કિશોરીઓ માટે “મેડીકલ ચેકઅપ” કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવ કાર્યક્રમમાં ગામના સરપંચ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિમેલ હેલ્થ વર્કર સહિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૧ થી ૫ અને ૬ થી ૮ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ ગામમાં નવતર જન્મેલ બે દ...