ઓક્ટોબર 8, 2024 11:00 એ એમ (AM)
18
ભારતમાં બીચ સોકરને લોકપ્રિય બનાવવા પ્રથમવાર એશિયન ફુટબોલ કન્ફેડરેશન-AFC દ્વારા બીચ સોકર લેવલ 1 કોચિંગ કોર્સનું પોરબંદરમાં આયોજન કરવામાં આવ્યું
ભારતમાં બીચ સોકરને લોકપ્રિય બનાવવા પ્રથમવાર એશિયન ફુટબોલ કન્ફેડરેશન-AFC દ્વારા બીચ સોકર લેવલ 1 કોચિંગ કોર્સનું પોરબંદરમાં આયોજન કરવામાં આવ્યું છે. 6 ઓક્ટોબરથી શરૂ થયેલો કોર્સ 11 ઓક્ટોબર સુધી ચાલશે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની હાજરીમાં આ સેમિનારનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. AFCના ઇન્સ્ટ્રક્ટર મોહમ્મદ ફૈઝલ મલેશિયાથી આ કોર્સને નેતૃત્વ પ્રદાન કરવા માટે આવ્યા છે. ગુજરાતના બે સ્થાનિક કોચ પણ આ કોર્સમાં ભાગ લઈ રહ્યા છે. કોર્સમાં ભાગ લેનારા કોચને નવી પેઢીના ખેલાડીઓ તૈયાર કરવા માટે જરૂરી કૌશલ્...