નવેમ્બર 14, 2024 2:09 પી એમ(PM) નવેમ્બર 14, 2024 2:09 પી એમ(PM)

views 8

બિહારના રાજગીરમાં એશિયન મહિલા હૉકી સ્પર્ધામાં વર્તમાન વિજેતા ભારત આજે પોતાની ત્રીજી મેચમાં થાઈલેન્ડ સામે રમશે

બિહારના રાજગીરમાં એશિયન મહિલા હૉકી સ્પર્ધામાં વર્તમાન વિજેતા ભારત આજે પોતાની ત્રીજી મેચમાં થાઈલેન્ડ સામે રમશે. આ મેચ સાંજે પોણા પાંચ વાગ્યે રમાશે. ભારતે પ્રથમ મેચમાં મલેશિયાને ચાર શૂન્યથી અને બીજી મેચમાં દક્ષિણ કૉરિયાને ત્રણ શૂન્યથી પરાજય આપ્યો હતો. આજની અન્ય મેચ દક્ષિણ કૉરિયા મલેશિયા વચ્ચે હાલમાં રમાઈ રહી છે. જ્યારે જાપાન અને ચીન વચ્ચે બપોરે અઢી વાગ્યે મેચ રમાશે.

સપ્ટેમ્બર 1, 2024 8:27 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2024 8:27 પી એમ(PM)

views 3

બિહારમાં, વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળ – RJDએ આજે દેશવ્યાપી જાતિ આધારિત વસ્તીગણતરી અને બંધારણની 9મી અનુસૂચિમાં બિહાર વિધાનસભા દ્વારા મંજૂર કરાયેલ અનામત ક્વોટાનો સમાવેશ કરવાની માંગણી સાથે વિરોધ કર્યો હતો,

બિહારમાં, વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળ - RJDએ આજે દેશવ્યાપી જાતિ આધારિત વસ્તીગણતરી અને બંધારણની 9મી અનુસૂચિમાં બિહાર વિધાનસભા દ્વારા મંજૂર કરાયેલ અનામત ક્વોટાનો સમાવેશ કરવાની માંગણી સાથે વિરોધ કર્યો હતો, જે કાયદાઓની ન્યાયિક સમીક્ષાથી મુક્તિ આપે છે. વરિષ્ઠ આરજેડી નેતા અને રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી પ્રસાદ યાદવે પટનામાં પાર્ટી કાર્યાલયમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.અન્ય પક્ષના નેતાઓએ પણ માંગને લઈને જિલ્લા મુખ્યાલય પર પ્રદર્શન કર્યું હતું.

ઓગસ્ટ 12, 2024 3:47 પી એમ(PM) ઓગસ્ટ 12, 2024 3:47 પી એમ(PM)

views 53

બિહારના જહાનાબાદમાં મંદિરમાં થયેલી નાસભાગમાં સાતના મોત, રાજ્ય સરકારે મૃતકોના પરિજનોને ચાર-ચાર લાખની સહાયની જાહેરાત કરી

બિહારના જહાનાબાદ જિલ્લાના બાબા સિદ્ધેશ્વરનાથ મંદિરમાં આજે સવારે થયેલી નાસભાગમાં ઓછામાં ઓછા સાત શ્રદ્ધાળુઓના મોત અને 16 ઇજાગ્રસ્ત થયા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જહાનાબાદના પોલીસ અધિક્ષક અરવિંદ પ્રતાપસિંહે જણાવ્યું છે કે સ્થાનિક વિક્રેતાઓ અને શ્રદ્ધાળુઓ વચ્ચે કેટલાક મુદ્દા પર વિવાદને પગલે સવારે નાસભાગ મચી ગઈ હતી. શ્રી સિંહે કહ્યું કે ઘાયલોને જહાનાબાદ સદર હોસ્પિટલમા...