નવેમ્બર 27, 2024 7:39 પી એમ(PM)

views 14

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ બાળ વિવાહ મુક્ત ભારતના રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરાવી

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે નવી દિલ્હીમાં બાળ વિવાહ મુક્ત ભારતના રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરાવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતને બાળ લગ્ન મુક્ત રાષ્ટ્ર બનાવવાનો છે. અભિયાન શરૂ કરાવતા સુશ્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે, સરકારે દેશમાં 130 જિલ્લા નક્કી કર્યા છે, જ્યાં આ અભિયાન પર ભાર મૂકવામાં આવશે. તેમણે જણાવ્યું કે, બાળ લગ્ન માત્ર ફોજદારી ગુનો જ નથી, માનવ અધિકારનો પણ ભંગ છે. તેમણે જણાવ્યું કે, બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન માત્ર 10-15 દિવસનો કાર્યક્રમ નથી, પણ અવિરત...

નવેમ્બર 27, 2024 7:18 પી એમ(PM)

views 52

બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે યુવાનો અને જ્ઞાતિમંડળોએ સક્રિય ભૂમિકા ભજવવી પડશે

બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે યુવાનો અને જ્ઞાતિમંડળોએ સક્રિય ભૂમિકા ભજવવી પડશે. રાજ્યના જાણીતા સમાજ સેવક ગૌરાંગ જાનીએ આકાશવાણી સાથેની ખાસ મુલાકાતમાં કહ્યું હતું ક, આ અભિયાનને સફળ બનાવવા માટે લોકજાગૃતિ લાવવાની ખૂબ જ જરૂરિયાત છે. જાણીતા સામાજીક કાર્યકર મિત્તલ પટેલે પણ આ અભિયાનને આવકાર્યું છે અને કહ્યું છે કે, ભારત જેવા વિકાસશીલ દેશને વિકસિત બનાવવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું છે. દીકરીઓના શિક્ષણ, આરોગ્ય અને સશક્તિકરણમાં મદદરૂપ બનશે. પોલીયો નિર્મૂલનની જેમ જ આ અભિયાન સતત ચલાવ...