માર્ચ 21, 2025 6:16 પી એમ(PM) માર્ચ 21, 2025 6:16 પી એમ(PM)

views 3

ભારતમાં લગભગ દસ હજાર બાયોટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ છે, જે લગભગ 165 અરબ ડોલરની બાયોઇકોનોમીમાં યોગદાન આપે છે

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે ભાર મૂક્યો હતો કે ભારતમાં લગભગ દસ હજાર બાયોટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ છે, જે લગભગ 165 અરબ ડોલરની બાયોઇકોનોમીમાં યોગદાન આપે છે. બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ-BIRAC ના 13મા સ્થાપના દિવસ પર બોલતા, ડૉ. સિંહે કહ્યું કે ભારત અવકાશ અને બાયોટેકનોલોજીમાં તેની નોંધપાત્ર પ્રગતિ માટે વૈશ્વિક સ્તરે માન્યતા મેળવી રહ્યું છે. ડૉ. જીતેન્દ્ર સિંહે અવકાશ ચિકિત્સામાં ભારતની અગ્રણી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો, જેના કારણે ભારત આ અત્યાધુનિક ક્...