માર્ચ 9, 2025 7:53 પી એમ(PM) માર્ચ 9, 2025 7:53 પી એમ(PM)

views 10

બાંગ્લાદેશમાં, દેશભરની વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તાજેતરમાં મગુરામાં આઠ વર્ષની બાળકી પર થયેલી દુષ્કર્મની ઘટનાઓનો જેવી અનેક ઘટનાઓ સામે દેખાવો કર્યા છે.

બાંગ્લાદેશમાં, દેશભરની વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તાજેતરમાં મગુરામાં આઠ વર્ષની બાળકી પર થયેલી દુષ્કર્મની ઘટનાઓનો જેવી અનેક ઘટનાઓ સામે દેખાવો કર્યા છે અને દુષ્કર્મીઓને મૃત્યુદંડની માંગ કરી છે. ગઈકાલે રાત્રે, ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા, દેશભરમાં બનેલી ઘટનાઓમાં સંડોવાયેલાઓ માટે ન્યાયી તપાસ અને ઝડપી સજાની માંગ કરી હતી. બાદમાં, અન્ય યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો વિવિધ શહેરોમાં યુનિવર્સિટી ટીચર્સ નેટવર્કના બેનર હેઠળ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ...

ફેબ્રુવારી 6, 2025 2:18 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 2:18 પી એમ(PM)

views 9

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગઈકાલે રાત્રે ઉગ્ર ભીડે પોલીસની હાજરીમાં સ્મારક સંગ્રહાલયને બૂલડોઝરથી ધ્વસ્ત કરી દીધું છે

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગઈકાલે રાત્રે ઉગ્ર ભીડે પોલીસની હાજરીમાં સ્મારક સંગ્રહાલયને બૂલડોઝરથી ધ્વસ્ત કરી દીધું છે. આ સંગ્રહાલય બાંગ્લાદેશના સંસ્થાપક રાષ્ટ્રપ્રમુખ અને પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાનાં પિતા શેખ મુજીબૂર રહેમાનનું અંગત નિવાસસ્થાન હતું. વિરોધ કરી રહેલા ટોળાએ ગતરાત્રે સંગ્રહાલયને નુકસાન પહોંચાડી તેને આગ ચાંપી દીધી હતી. એક સમાચારપત્રના જણાવ્યા મુજબ, ધાનમંડી 32 તરફ બૂલડોઝર સરઘસ કાઢવા સોશિયલ મીડિયા પર કરાયેલા આહ્વાન બાદ આ ઘટના બની હતી. વહીવટી તંત્રએ યોગ્ય પોલીસ દળ તહેનાત હોવાનો દાવો કર...

જાન્યુઆરી 29, 2025 2:05 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 2:05 પી એમ(PM)

views 6

બાંગ્લાદેશમાં, રેલવેના રનિંગ સ્ટાફ દ્વારા હડતાળ પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ આજે દેશના કેટલાક ભાગોમાં ટ્રેન સેવા ફરી શરૂ થઈ

બાંગ્લાદેશમાં, રેલવેના રનિંગ સ્ટાફ દ્વારા હડતાળ પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ આજે દેશના કેટલાક ભાગોમાં ટ્રેન સેવા ફરી શરૂ થઈ ગઈ છે. ગઈકાલે રેલવે સલાહકાર, વિરોધી વિદ્યાર્થી ચળવળના નેતાઓ અને રનિંગ સ્ટાફના નેતાઓ વચ્ચે થયેલી બેઠક બાદ દેશભરમાં 26 કલાક સુધી ટ્રેનો રોકાયા બાદ હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાંગ્લાદેશ રેલવે રનિંગ સ્ટાફ અને શ્રમિક કર્મચારી યુનિયનના જનરલ સેક્રેટરી મોજીબુર રહેમાને આજે સવારે ઢાકામાં રેલવે સલાહકારના નિવાસસ્થાને મળેલી બેઠક બાદ આ જાહેરાત કરી હતી. યુનાઈટેડ ન્યૂઝ ઓ...

જાન્યુઆરી 9, 2025 2:55 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 2:55 પી એમ(PM)

views 5

બાંગ્લાદેશમાં, આજે ઢાકા-અરિચા હાઇવે પર સાવરમાં બસ સાથે અથડાયા બાદ એમ્બ્યુલન્સમાં ગેસ સિલિન્ડર ફાટવાથી ચાર લોકોના મોત થયા છે

બાંગ્લાદેશમાં, આજે ઢાકા-અરિચા હાઇવે પર સાવરમાં બસ સાથે અથડાયા બાદ એમ્બ્યુલન્સમાં ગેસ સિલિન્ડર ફાટવાથી ચાર લોકોના મોત થયા છે અને અન્ય 15 વ્યક્તિઓ ઘાયલ થયા છે. વિસ્ફોટના કારણે બે બસોમાં આગ લાગી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે, મૃત્યુઆંક વધી શકે છે. અગ્નિશમન દળોએ આગ પર કાબુ મેળવ્યો છે. અકસ્માતને કારણે ઢાકા-અરિચા હાઇવે પર ટ્રાફિક ઘણા કલાકો સુધી બંધ રહ્યો હતો.

ડિસેમ્બર 19, 2024 7:17 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:17 પી એમ(PM)

views 7

કેન્દ્ર સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓના ઘરો અને વેપારી સંસ્થાઓ, મંદિરો અને ધાર્મિક સ્થળો પર હુમલા અને હિંસાની ઘટનાઓને ગંભીરતાથી લીધી છે

કેન્દ્ર સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓના ઘરો અને વેપારી સંસ્થાઓ, મંદિરો અને ધાર્મિક સ્થળો પર હુમલા અને હિંસાની ઘટનાઓને ગંભીરતાથી લીધી છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે આજે રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકારે આ ઘટનાઓ પર પોતાની ચિંતા બાંગ્લાદેશ સરકારને પણ કરી છે. શ્રી સિંહે જણાવ્યું હતું કે બાંગ્લાદેશ સરકારે લઘુમતી સંબંધિત હિંસાના સંબંધમાં અત્યાર સુધીમાં 70 લોકોની ધરપકડ કરી છે અને 88 કેસ નોંધ્યા છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ સરકારની પ્રાથમિક જવાબદારી લઘુમતીઓ સહિત બાંગ્લાદેશ...

ડિસેમ્બર 19, 2024 2:06 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 2:06 પી એમ(PM)

views 8

બાંગ્લાદેશની હાઈકોર્ટે ચટ્ટોગ્રામમાં 10 ટ્રક ભરીને હથિયારોના કેસમાં ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી લુત્ફોઝમાન બાબર અને અન્ય પાંચને નિર્દોષ જાહેર કર્યા છે

બાંગ્લાદેશની હાઈકોર્ટે ચટ્ટોગ્રામમાં 10 ટ્રક ભરીને હથિયારોના કેસમાં ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી લુત્ફોઝમાન બાબર અને અન્ય પાંચને નિર્દોષ જાહેર કર્યા છે. અગાઉ કોર્ટ આ તમામને મૃત્યુદંડની સજા ફટકારી હતી. યુનાઈટેડ ન્યૂઝ ઓફ બાંગ્લાદેશ (યુએનબી) અહેવાલ પ્રમાણે કોર્ટે આ કેસમાં છ દોષિતોની ફાંસીની સજાને ઘટાડીને 10 વર્ષની કેદમાં ફેરવી દીધી હતી. ભારતીય અલગતાવાદી સંગઠન યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ઉલ્ફા)ના નેતા પરેશ બરુઆ, અન્ય એક મૃત્યુદંડના દોષિતની સજા ઘટાડીને આજીવન કારાવાસ કરવામાં આવી હતી. બાંગ્લાદેશના ઈતિ...

ડિસેમ્બર 12, 2024 6:49 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 6:49 પી એમ(PM)

views 5

બાંગ્લાદેશમાં, ચટ્ટોગ્રામ મેટ્રોપોલિટન સેશન્સ કોર્ટે ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજીની સુનાવણી ઝડપથી થાય તે અંગેની વરિષ્ઠ વકીલ રવીન્દ્ર ઘોષની અરજીને માન્ય રાખી

બાંગ્લાદેશમાં, ચટ્ટોગ્રામ મેટ્રોપોલિટન સેશન્સ કોર્ટે ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજીની સુનાવણી ઝડપથી થાય તે અંગેની વરિષ્ઠ વકીલ રવીન્દ્ર ઘોષની અરજીને માન્ય રાખી છે. કોર્ટે સુનાવણી દરમિયાન ઘોષની સાથે રહેવા માટે ચટ્ટોગ્રામના વકીલ રાખવાની શરતે અરજી સ્વીકારી છે. રવીન્દ્ર ઘોષે આ માટે સ્થાનિક વકીલ સુમિત આચાર્યની નિયુક્તિ કરી હતી ગઈકાલે, ચટ્ટોગ્રામ બાર એસોસિએશનના કોઈપણ સભ્ય તરફથી વકિલાતનામુ ન રજૂ થતાં રવિન્દ્ર ઘોષ દ્વારા કરાયેલી ચિન્મય કૃષ્ણ દાસની આગોતરા જામીન અરજીને અદાલતે ફગાવી દીધી હતી.

ડિસેમ્બર 6, 2024 2:23 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 2:23 પી એમ(PM)

views 5

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રોફેસર મુહમ્મદ યુનુસે ગુરુવારે દેશમાં લઘુમતીઓ પરના હુમલાઓ વિશે સચોટ માહિતી મેળવવા માટે ધાર્મિક નેતાઓની મદદ માંગી

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રોફેસર મુહમ્મદ યુનુસે ગુરુવારે દેશમાં લઘુમતીઓ પરના હુમલાઓ વિશે સચોટ માહિતી મેળવવા માટે ધાર્મિક નેતાઓની મદદ માંગી છે. ગઈકાલે ઢાકામાં મુસ્લિમ, હિંદુ, બૌદ્ધ અને ખ્રિસ્તી સમુદાયના ધર્મગુરુઓ સાથે કરેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે લઘુમતીઓ પર હુમલાનો મુદ્દો વિદેશી મીડિયા દ્વારા ફરી સામે આવ્યો છે પરંતુ વાસ્તવિકતા અને પ્રકાશિત સમાચાર વચ્ચે માહિતીનું અંતર છે. શ્રી યુનુસે કહ્યું કે સરકાર આ વિષે સચોટ માહિતી જાણવા માંગે છે અને એ માટે તેમણે ધર્મગુરુઓને સંવાદમાં જોડાવા વિ...

ડિસેમ્બર 5, 2024 8:43 એ એમ (AM) ડિસેમ્બર 5, 2024 8:43 એ એમ (AM)

views 6

બાંગ્લાદેશના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીનાએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર માટે દેશના વચગાળાના નેતા મુહમ્મદ યુનુસની નિંદા કરી છે.

બાંગ્લાદેશના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીનાએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર માટે દેશના વચગાળાના નેતા મુહમ્મદ યુનુસની નિંદા કરી છે. શેખ હસીનાએ ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ સંબોધનમાં મુહમ્મદ યુનુસ પર નરસંહાર કરવાનો અને હિંદુઓ સહિત અન્ય લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે 1975માં તેમના પિતા શેખ મુજીબુર રહેમાનની હત્યાની જેમ જ મને અને માંરી બહેન શેખ રેહાનાને મારી નાખવાની યોજના હતી. ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં સરકાર વિરોધી પ્રદર્શનોથી દેશ...

ઓક્ટોબર 10, 2024 9:24 એ એમ (AM) ઓક્ટોબર 10, 2024 9:24 એ એમ (AM)

views 5

બીજી T20માં ભારતે બાંગ્લાદેશને 86 રનથી હરાવ્યું

ભારતે બાંગલાદેશ સામેની બીજી ટી-20 મેચમાં ગઇકાલે 86 રનથી ભવ્ય વિજય મેળવીને ત્રણ મેચોની શ્રેણી 2-0થી જીતી લીધી છે. નવી દિલ્હીનાં અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં જીત સાથે ભારતે ટી-20નાં ઇતિહાસમાં બાંગલાદેશ સામે સૌથી વધુ સરસાઇનો વિક્રમ સર્જ્યો છે. અગાઉ તેણે ટી 20 વર્લ્ડકપમાં 50 રનથી વિજય મેળવ્યો હતો. 222 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા બાંગલાદેશે મર્યાદિત 20 ઓવરમાં નવ વિકેટે 135 રન કર્યા હતા. મહમુદુલ્લાહે સૌથી વધુ 41 રન કર્યા હતા. ભારત વતી નિતિશ રેડ્ડીઅને વરૂણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી. અગ...