ફેબ્રુવારી 24, 2025 2:13 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 2:13 પી એમ(PM)

views 4

જર્મનીની રાષ્ટ્રીય ચૂંટણીમાં ફ્રેડ્રીક મર્ઝની આગેવાની હેઠળ રૂઢિચુસ્ત વિરોધ પક્ષોના ગઠબંધનનો વિજય

જર્મનીની રાષ્ટ્રીય ચૂંટણીમાં વિરોધ પક્ષ કન્ઝર્વેટિવ ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન અને ક્રિશ્ચિયન સોશિયલ યુનિયન પક્ષોએ જીત માટે જરૂરી સરસાઈ મેળવી લીધી છે. આ સાથે તેમના નેતા ફ્રેડ્રીક મર્ઝ માટે આગામી ચાન્સેલર બનવાનો માર્ગ મોકળો થયો છે. બીજી બાજુ, જમણેરી પક્ષ ઓલ્ટરનેટિવ ફોર જર્મની- AFD અત્યાર સુધીનો સારો દેખાવ કરીને બીજા ક્રમે રહ્યો છે. ગઈકાલે જર્મનીમાં યોજાયેલી રાષ્ટ્રીય ચૂંટણીમાં છેલ્લા 2 વર્ષથી જર્મન અર્થતંત્રમાં સ્થિરતા, વિદેશથી આવીને વસેલા લોકો દ્વારા તાજેતરમાં થયેલા હૂમલા જેવા મુદ્દાઓ છવાઈ ગય...