ફેબ્રુવારી 17, 2025 2:17 પી એમ(PM)

views 40

યુક્રેન સંઘર્ષ પર આવતીકાલે યોજાનારી શિખર બેઠકમા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો અને બ્રિટનના પ્રધાનમંત્રી સહિતના યુરોપના નેતાઓ ભાગ લેશે

યુક્રેન સંઘર્ષ પર આવતીકાલે યોજાનારી શિખર બેઠકમા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો અને બ્રિટનના પ્રધાનમંત્રી સહિતના યુરોપના નેતાઓ ભાગ લેશે.જેમાં જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ, પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક, ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની પણ બેઠકમાં ભાગ લે તેવી શક્યતા રહેવાની શક્યતા છે. ઉલેખનીય છે કે ફ્રાંસના રાષ્ટ્રપતિએ પરામર્શ વાટાઘાટો માટે હાકલ કરી છે.

ફેબ્રુવારી 13, 2025 2:01 પી એમ(PM)

views 22

ફ્રાન્સની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોશિંગ્ટન પહોંચ્યા છે

ફ્રાન્સની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોશિંગ્ટન પહોંચ્યા છે. અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા અને અન્ય અધિકારીઓએ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું. કડકડતી ઠંડી વચ્ચે શ્રી મોદીનું સ્વાગત કરવા માટે ભારતીય સમુદાય બ્લેર હાઉસની બહાર હાજર હતો. શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યા પછી, શ્રી મોદી અમેરિકાની મુલાકાત લેનારા પ્રથમ મુખ્ય વિશ્વ નેતાઓમાંના એક છે. પ્રધાનમંત્રી મોદી તેમની મુલાકાત દરમિયાનવોશિંગ્ટન ડીસીમાં બ્લેર હાઉસમા...

સપ્ટેમ્બર 26, 2024 7:21 પી એમ(PM)

views 14

ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમ્યૂનલ મેક્રોંએ સુંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સભ્યતાનું મજબૂત સમર્થન કર્યું

ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમ્યૂનલ મેક્રોંએ સુંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સભ્યતાનું મજબૂત સમર્થન કર્યું છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની 79મી મહાસભાને સંબોધતા શ્રી મેક્રોંએ ભારતનું સમર્થન કર્યું. આ પ્રસંગે તેમણે ભારત સાથે જાપાન, જર્મની, બ્રાઝિલના કાયમી સભ્યપદનું પણ સમર્થન કર્યું. ફ્રાન્સના પ્રમુખે સંયુક્ત રાષ્ટ્ર અને ખાસ કરીને તેની સુરક્ષા પરિષદની વર્તમાન રચનામાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો, જેથી તેને વધુ અસરકારક પ્રતિનિધિત્વ મળે.

જુલાઇ 1, 2024 3:59 પી એમ(PM)

views 49

ફ્રાન્સમાં નાનું પર્યટક વિમાન તૂટી પડતાં ત્રણ વ્યક્તિનાં મોત..

ફ્રાન્સમાં નાનું પર્યટક વિમાન તૂટી પડતાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રવિવારે સ્થાનિક સમય પ્રમાણે વહેલી સવારે પોણા ચાર વાગે પેરિસથી 30 કિલોમીટર દૂરનાં કોલેજિયેન નામનાં નગરમાં વિમાન હાઇ વોલ્ટેજ લાઇન સાથે અથડાતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું મનાય છે. પેરિસ અને સ્ટ્રેસબોર્ગને જોડતા ધોરી માર્ગ પર ઘટના સ્થળે વાહનવ્યવહાર સ્થગિત કરી દેવામાં આવ્યો છે.