જુલાઇ 2, 2024 3:17 પી એમ(PM) જુલાઇ 2, 2024 3:17 પી એમ(PM)

views 14

રાજ્યભરમાં નવા ત્રણ ફોજદારી કાયદા અંગે લોકોને જાગૃત કરવા વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમો યોજાયા

રાજ્યભરમાં નવા ત્રણ ફોજદારી કાયદા અંગે લોકોને જાગૃત કરવા વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે પરિસંવાદ દ્વારા મહિલા, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને નવા કાયદાઓની માહિતી આપી. છોટા ઉદેપુર જિલ્લામાં બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા એ.એસ.પી. ગૌરવ અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં લોકોને જાગૃત કરાયા હતા. દમણ પોલીસે વિવિધ પંચાયતો, શૈક્ષણિક સંસ્થાઓના અધિકારીઓ તેમ જ કર્મચારીઓને નવા ફોજદારી કાયદા અંગે માહિતગાર કર્યા.

જુલાઇ 1, 2024 7:51 પી એમ(PM) જુલાઇ 1, 2024 7:51 પી એમ(PM)

views 11

નવા કાયદા ત્વરિત ન્યાય અને પીડિતોના અધિકારોને સુનિશ્ચિત કરશે :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

​કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, આજથી અમલી બનેલા ત્રણ ફોજદારી કાયદા દેશની સૌથી આધુનિક ન્યાય વ્યવસ્થાનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું કે, ફોજદારી ન્યાય વ્યવસ્થા પૂર્ણ રીતે સ્વદેશી છે. કેન્દ્રીય મંત્રીએ દિલ્હીમાં ત્રણ નવા ફોજદારી કાયદા વિશે માહિતી આપી હતી. શ્રી શાહે જણાવ્યું કે નવા કાયદા ત્વરિત ન્યાય અને પીડિતોના અધિકારોને સુનિશ્ચિત કરશે. વધુમાં તેમણે ઉમેર્યું કે આ પૂર્વે માત્ર પોલીસના અધિકારોની રક્ષા થતી હતી. જોકે હવે પીડિત અને ફરિયાદીના અધિકારોનું પણ રક્ષણ થશે. ગૃહમંત્રીએ વિપક્ષ સામે ન...

જુલાઇ 1, 2024 3:19 પી એમ(PM) જુલાઇ 1, 2024 3:19 પી એમ(PM)

views 37

ત્રણ નવા ફોજદારી કાયદાઓનો આજથી દેશભરમાં અમલ

દેશભરમાં આજથી ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ એમ ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવી ગયા છે. આ પૂર્વે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે નિયમિત બેઠકો યોજી હતી અને તેઓ આ ત્રણેય નવા કાયદા લાગુ કરવા માટે ટેકનોલૉજી, ક્ષમતા નિર્માણ અને જાગૃતિ વધારવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. આ મામલે પોલીસ અને તપાસ અધિકારીઓને તાલીમ આપવામાં આવી છે. આકાશવાણી અને દૂરદર્શનના સમાચાર બૂલેટિન, કાર્યક્રમો, ચર્ચાઓ અને સામાજિક માધ્યમના પ્લેટફૉર્મની મદદથી આ વિષય અંગે ઊ...