સપ્ટેમ્બર 28, 2024 8:48 એ એમ (AM) સપ્ટેમ્બર 28, 2024 8:48 એ એમ (AM)
9
રિલાયન્સ ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલ મેચ ગાંધીનગર અને જૂનાગઢ વચ્ચે રમાશે
રિલાયન્સ કપ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલ મેચ આજે રમાશે. જેમાં ગાંધીનગર અને જૂનાગઢ વચ્ચે જંગ ખેલાશે. ગાંધીનગરમાં રમાઇ રહેલી વરિષ્ઠ ખેલાડીઓ માટેની રિલાયન્સ કપ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધાની રમાનારી ફાઇનલમાં આજે જૂનાગઢ અને ગાંધીનગરની ટીમ વચ્ચે મુકાબલો થશે. આ મેચમાં વિજેતા થયેલા ખેલાડીઓને રાષ્ટ્રીયસ્તરની સંતોષ ટ્રોફી ફૂટબોલ સ્પર્ધાની ગુજરાતની ટીમમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે.