જાન્યુઆરી 14, 2025 8:24 એ એમ (AM)

views 11

આજથી રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી

રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આજથી ૩૦ જાન્યુઆરી ૨૦૨૫ સુધી "પ્રાણી કલ્યાણ પખવાડીયા"ની ઉજવણી શરૂ થઇ છે. આ દરમિયાન રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તેવા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રાજ્યની પ્રાણી કલ્યાણ સંસ્થાઓ અને સંબંધિત નાગરિકો દ્વારા બિમાર અને ઘાયલ પશુઓ માટે સારવાર કેમ્પ તથા તાલીમ શિબિર જેવા પ્રાણી કલ્યાણના વિવિધ કાર્યક્રમો યોજાશે. આ દરમિયાન "ઓક્સીટોસીન" ઇંજેક્શનના દુરૂપયોગ બાબતે લોક જાગૃતી કેળવવા નાગરિકોને અનુરોધ કરાશે. જનજાગૃતિને લગ...