ફેબ્રુવારી 21, 2025 2:55 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 2:55 પી એમ(PM)

views 1

પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરી રહેલા 6 શ્રદ્ધાળુઓના આજે સવારે બિહારના ભોજપુર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મોત

પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરી રહેલા 6 શ્રદ્ધાળુઓના આજે સવારે બિહારના ભોજપુર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મોત થયા હતા. મૃતકોમાં દંપતી અને તેમના 2 બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માત પટનાથી 40 કિલોમીટર દૂર આરા-મોહનિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જગદીશપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુલ્હનગંજ બજારમાં એક પેટ્રોલ પંપ પાસે થયો હતો. યાત્રાળુઓની કાર પાછળથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ. કારમાં મુસાફરી કરી રહેલ પરિવાર પટનાના જક્કનપુરનો રહેવાસી હતા. મૃતકોમાં 4 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે.

ફેબ્રુવારી 6, 2025 2:12 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 2:12 પી એમ(PM)

views 3

પ્રયાગરાજ મહાકુંભમાં આજે આદિવાસી સાંસ્કૃતિક સંમેલન યોજાશે, જેમાં દેશભરમાંથી આદિવાસી સમુદાયના 15 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે

પ્રયાગરાજ મહાકુંભમાં આજે આદિવાસી સાંસ્કૃતિક સંમેલન યોજાશે, જેમાં દેશભરમાંથી આદિવાસી સમુદાયના 15 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, 6 દિવસના આ ઉત્સવ દરમિયાન તમામ સહભાગીઓ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન કરવાનો સંકલ્પ લેશે. ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિની ઉજવણીના ભાગરૂપે આ સમગ્ર વર્ષને આદિવાસી ગૌરવ દિવસ જાહેર કરાયો છે. આ તરફ ભારતીય બેડમિન્ટન ખેલાડી અને ઑલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા સાઈના નેહવાલે મહાકુંભના સંગમમાં આજે આસ્થાની ડૂબકી લગાવી હતી.