ફેબ્રુવારી 25, 2025 9:33 એ એમ (AM) ફેબ્રુવારી 25, 2025 9:33 એ એમ (AM)

views 4

આવતીકાલે મહાશિવરાત્રીના અવસરે પ્રયાગરાજમાં ઐતિહાસિક મહાકુંભ પૂર્ણ થશે

પ્રયાગરાજમાં ઐતિહાસિક મહાકુંભ આવતીકાલે મહાશિવરાત્રીના શુભ અવસર પર સત્તાવાર રીતે પૂર્ણ થશે. વહીવટીતંત્રે આ પ્રસંગને દિવ્ય અને ભવ્ય બનાવવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમાર માંડદ એ જણાવ્યું હતું કે મહાકુંભને પવિત્ર, સુવ્યવસ્થિત અને યાદગાર રીતે પૂર્ણ કરવા માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. વહીવટીતંત્રનો ઉદ્દેશ ભક્તો માટે સરળ મુસાફરી અને તેમના અનુભવો દિવ્ય ...

ફેબ્રુવારી 18, 2025 6:17 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 6:17 પી એમ(PM)

views 6

અમદાવાદ-બરૌની એક્સપ્રેસ ટ્રેન આવતીકાલે રદ્દ રહેશે

અમદાવાદ-બરૌની એક્સપ્રેસ ટ્રેન આવતીકાલે રદ્દ રહેશે. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ દરમિયાન ટ્રેનના સુગમ સંચાલનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ૧૯ ફેબ્રુઆરીએ અમદાવાદ થી ઉપડનાર અમદાવાદ - બરૌની એક્સપ્રેસ રદ્દ રહેશે અને ૨૧ મીએ બરૌની થી ઉપડનાર બરૌની - અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન રદ્દ કરવામાં આવી છે. વધુમાં ટ્રેનના સમય, સ્ટોપેજ સંરચના અંગે માહિતી માટે WWW.INQUIRY.INDIANRAIL.GOV.IN વેબસાઇટની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે.

ફેબ્રુવારી 14, 2025 6:29 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 6:29 પી એમ(PM)

views 5

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ટપાલ વિભાગ દ્વારા ભક્તોને અનોખી સેવાઓ પૂરી પાડવામાં આવી

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ટપાલ વિભાગ દ્વારા ભક્તોને અનોખી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. વિભાગ દ્વારા મેળા વિસ્તારમાં સ્થાપિત કેમ્પમાં આધાર અને અન્ય દસ્તાવેજો અપડેટ કરવા જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મહાકુંભ 2025 પર ત્રણ સ્મારક ટપાલ ટિકિટો બહાર પાડી હતી. તેમણે પ્રયાગરાજમાં અરૈલ ઘાટ પોસ્ટ ઓફિસમાં ટિકિટોનું અનાવરણ કર્યું. સ્મારક ટપાલ ટિકિટોમાં ત્રિવેણી તીર્થના ત્રણ મુખ્ય પાસાઓ મહર્ષિ ભારદ્વાજ આશ્રમ, સ્નાન અને અક્ષયવટ દર્શાવવામાં આવ્...

ફેબ્રુવારી 13, 2025 8:09 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 8:09 પી એમ(PM)

views 6

પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન લોકોને અફવાઓ અને ખોટી માહિતીથી બચાવવાના પ્રયાસમાં, ઉત્તર પ્રદેશ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે

પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન લોકોને અફવાઓ અને ખોટી માહિતીથી બચાવવાના પ્રયાસમાં, ઉત્તર પ્રદેશ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર, સોશિયલ મીડિયા પર મહાકુંભ વિશે ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે તેવા એકાઉન્ટ્સ ઓળખીને કાર્યવાહી કરાઇ રહી છે. પ્રસ્તુત છે એક અહેવાલ....

ફેબ્રુવારી 13, 2025 7:40 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 7:40 પી એમ(PM)

views 4

પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં ગુજરાત પેવેલિયનમાં બે હજાર ૨૩૫ ગુજરાતી યાત્રિકોએ ઉતારો મેળવ્યો

પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં ગુજરાત પેવેલિયનમાં બે હજાર ૨૩૫ ગુજરાતી યાત્રિકોએ ઉતારો મેળવ્યો હતો. ગુજરાત પ્રવાસન નિગમના હેલ્પ ડેસ્કે ૨૧ હજાર ૫૧૯ યાત્રિકોને ફોન ઉપર માર્ગદર્શન આપી ગંતવ્ય સ્થાને પહોંચાડ્યા હતા. જ્યારે ગુજરાતના પ્રસિદ્ધ સ્થળોની ઝાંખી રજૂ કરતા પ્રદર્શન ખંડની ૬૯ હજાર ૧૯૨ યાત્રાળુંઓએ મુલાકાત લીધી હતી.ફ્રાન્સ, યુકે, જર્મની, અમેરિકા, ઇટલી જેવા દેશોના નાગરિકોએ પણ ગુજરાતનું થીમ પેવેલિયન નિહાળ્યું છે

ફેબ્રુવારી 12, 2025 2:15 પી એમ(PM) ફેબ્રુવારી 12, 2025 2:15 પી એમ(PM)

views 4

પ્રયાગરાજમાં મહાકુંભના માઘી પૂર્ણિમા સ્નાનમાં આજે માનવ મહેરામણ

પ્રયાગરાજમાં આજે મહાકુંભનું માઘી પૂર્ણિમા સ્નાન ચાલી રહ્યું છે. આ સ્નાનનું વિશેષ મહત્વ છે કારણ કે તે કલ્પવાસની ખાસ વિધિના સમાપનનું પ્રતીક છે. આ વર્ષે 10 લાખથી વધુ કલ્પવાસીઓ તેમાં ભાગ લેશે. મહાકુંભમાં કલ્પવાસ ખાસ કરીને ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માઘ પૂર્ણિમા સુધી પ્રયાગરાજમાં સંગમના કિનારે કલ્પવાસ કરવાથી હજાર વર્ષની તપસ્યાનું ફળ મળે છે. ઉત્તરપ્રદેશ સરકારે આ પ્રસંગે ખાસ ટ્રાફિક વ્યવસ્થા તેમજ મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરી છે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં 46 ક...

જાન્યુઆરી 31, 2025 8:54 એ એમ (AM) જાન્યુઆરી 31, 2025 8:54 એ એમ (AM)

views 6

પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમાર મંદારે પ્રયાગરાજમાં રૂટ ડાયવર્ઝનને કારણે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમાર મંદારે પ્રયાગરાજમાં રૂટ ડાયવર્ઝનને કારણે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેવા મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા છે. એક વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રયાગરાજમાં ચોથી ફેબ્રુઆરી સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

જાન્યુઆરી 29, 2025 1:55 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 1:55 પી એમ(PM)

views 2

મૌની અમાવાસ્યા નિમિત્તે મોટી સંખ્યામાં ઉમટેલા શ્રધ્ધાળુઓને નજીકના ઘાટ પર સ્નાન કરવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ યોગી આદિત્યનાથે અપીલ કરી

પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યા અમૃત સ્નાન ચાલી રહ્યું છે.તેના ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે,. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે, શ્રી મોદીએ પરિસ્થિતિ વિશે પૂછપરછ કરવા માટે તેમની સાથે ઘણી વખત વાત કરી હતી. તેમણે કહ્યું કે, રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે અખાડા માર્ગ પર બેરિકેડ પાર કરતી વખતે કેટલાક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.તેમણે શ્રદ્ધાળુઓને નજીકના ઘાટમાં સ્નાન કરવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા...

જાન્યુઆરી 28, 2025 1:49 પી એમ(PM) જાન્યુઆરી 28, 2025 1:49 પી એમ(PM)

views 4

પ્રયાગરાજમાં મૌની અમાવાસ્યાને ધ્યાને લઇને શ્રધ્ધાળુઓની સલામતીની સાત સ્તરીય વ્યવસ્થા કરાઇ

ઉત્તરપ્રદેશ સરકારે આવતીકાલે મૌની અમાવસ્યાને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજના મહાકુંભમાં ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કર્યો છે. સરકારે સાત-સ્તરીય સુરક્ષા યોજના અમલમાં મૂકી છે.અમારા પ્રતિનીધિના અહેવાલ મુજબ મહાકુંભ વિસ્તારને NO-VIP ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અમારા પ્રતિનીધિ જણાવે છે કે, મેદાનમાં 328 AI-સક્ષમ કેમેરા સહિત લગભગ 3 હજાર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અર્ધલશ્કરી દળો સહિત 50 હજારથી વધુ પોલીસ કર્મચારીઓને પણ...

જાન્યુઆરી 24, 2025 7:16 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 7:16 પી એમ(PM)

views 2

પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં આજે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપના યુટી પેવેલિયનનું ઉદ્ઘાટન થયું

પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં આજે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપના યુટી પેવેલિયનનું ઉદ્ઘાટન થયું જેમાં કેન્દ્રશાસિત પ્રદેશોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, જીવંત પરંપરાઓ અને નોંધપાત્ર વિકાસ યાત્રાનું પ્રદર્શન દર્શાવવામાં આવશે. આ પેવેલિયનમાં મુલાકાતીઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરાશે તેમજ રહેવા માટેની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવાશે.