માર્ચ 19, 2025 7:16 પી એમ(PM) માર્ચ 19, 2025 7:16 પી એમ(PM)
1
સાત વિશ્વવિદ્યાલયને “સેન્ટર ઓફ એક્સેલન્સ” તરીકે જાહેર કરાઇ : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા
રાજ્ય સરકારે બહુવિધ/આંતરશાખાકીય/સંશોધન વિશ્વવિદ્યાલયો માટે સાત યુનિવર્સિટીને "સેન્ટર ઓફ એક્સેલન્સ" તરીકે જાહેર કરી છે. વિધાનસભામાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે, તમામ વિશ્વવિદ્યાલયોમાં રિસર્ચ સેન્ટર બોર્ડની સ્થાપના માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023માં 'ધી ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ, 2023' જાહેર કરાયો છે. વિદ્યાર્થીઓને અંગ્રેજી સંવાદ કૌશલ્ય, જીવન કૌશલ્ય અને અન્ય વ્યાવસાયિક કૌશલ્ય અંગે તાલીમ આપીને તેમની રોજગ...