જૂન 18, 2024 4:04 પી એમ(PM) જૂન 18, 2024 4:04 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી મોદી આજે કિસાન સન્માન નિધિના 17મા હપ્તાના 20 હજાર કરોડ રૂપિયા લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં કિસાન સન્માન નિધિના 17મા હપ્તામાં લગભગ નવ કરોડ 26 લાખ લાભાર્થી ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા 20 હજાર કરોડ રૂપિયા જમા કરાવશે.અત્યાર સુધી 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોએ પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત ત્રણ લાખ ચાર હજાર કરોડ રુપિયાથી વધુનો લાભ પ્રાપ્ત કર્યો છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી કૃષિ સખી તરીકે સ્વ-સહાય જૂથોની ત્રીસ હજારથી વધુ મહિલાઓને પ્રમાણપત્ર પણ એનાયત કરશે. પ્રમાણપત્ર વિતરણનો આ કાર્યક્રમ “લખપતિ દીદી” કાર્યક્રમના ઉદ્દેશને અનુરૂપ છે. શ્રી મોદી...

જૂન 18, 2024 3:24 પી એમ(PM) જૂન 18, 2024 3:24 પી એમ(PM)

views 128

પ્રધાનમંત્રી મોદી આગામી 30 જૂનનાં રોજ ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 30 જૂનનાં રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાનાં વિચારો રજૂ કરશે. દર મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમની આ 111મી કડી હશે. સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ પ્રથમ વાર મન કી બાત કાર્યક્રમ પ્રસારિત થશે. આ કાર્યક્રમ માટે લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર પોતાનાં વિચારો અને સૂચનો મોકલી શકે છે. આ ઉપરાંત, નરેન્દ્ર મોદી એપ અથવા પર માય જીઓવી (MyGov) ઓપન ફોરમ દ્વારા પણ પોતાનાં વિચારો રજૂ કરી શકે છે....