ઓગસ્ટ 5, 2024 8:08 પી એમ(PM)

views 15

સરકાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકો માટે કામ કરતી રહેશે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકો માટે કામ કરતી રહેશે અને આવનારા સમયમાં તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરશે.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે 5મી ઓગસ્ટે સંસદેકલમ 370 અને 35(A) નાબૂદ કરવાનો નિર્ણયલીધો હતો, જે દેશના ઈતિહાસમાં એક યાદગાર ક્ષણ હતી. શ્રીમોદીએ જણાવ્યું કે, જમ્મુ કાશ્મીર અને લડાખમાં આ પ્રગતિ અને સમૃધ્ધિના નવા યુગનો પ્રારંભ હતો. બંધારણની રચના કરનાર મહાન લોકોનાં અભિગમને અનુરુપ રાજ્યમાં ભારતીય બંધારણનો શબ્દશઃ અમલ કરવામાં આવ્યો ...

જુલાઇ 30, 2024 8:02 પી એમ(PM)

views 12

વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હ ભારતની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે આજે રાત્રે નવી દિલ્હી પહોંચશે

વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હ ભારતની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે આજે રાત્રે નવી દિલ્હી પહોંચશે. તેમની સાથે અનેક મંત્રીઓ અને ટોચના ઉદ્યોગપતિઓનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. શુક્રવારે વિયેતનામના પ્રધાનમંત્રીનું રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ પણ જશે. પ્રધાનમંત્રી મિન્હ ચિન્હ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. શ્રી મોદી તેમના સન્માનમાં ભોજનનું પણ આયોજન કરશે. વિયેતનામના પ્રધાનમ...

જુલાઇ 30, 2024 2:19 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યકત કર્યો છે કે, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશની જીડીપી આઠ ટકાના દરે વધી રહી છે અને ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આજે નવી દિલ્હીમાં ‘જર્ની ટુવર્ડ્સ વિકિસિત ભારતઃ અ પોસ્ટ યુનિયન બજેટ 2024-25 કોન્ફરન્સ’ના ઉદ્ઘાટન સત્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, ભારત રોગચાળા સામે લડ્યા બાદ પણ નવી ઊંચાઈએ પહોંચ્યું છે. તેમણે કહ્યું કે, સરકાર તમામ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, બજેટનું કદ હવે ત્રણ ગણું વધીને 48 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. તેમણે કહ્યું કે, સરકા...

જુલાઇ 29, 2024 2:32 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની યોજનાઓની પહોંચ વધારવા માટે ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની યોજનાઓની પહોંચ વધારવા માટે ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. મોદીએ રાજ્યોમાં સંચાલનમાં વધુ સુધારો કરવા કેટલાંક સૂચનો કર્યા હતા અને કલ્યાણ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. શ્રી મોદી ગઈકાલે નવીદિલ્હીમાં ભાજપના મુખ્યમંત્રીઓની પરિષદને સંબોધી રહ્યા હતા. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા અને વરિષ્ઠ નેતાઓ રાજનાથ સિંહ અને અમિત શાહે હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર દ્વા...

જુલાઇ 28, 2024 7:55 એ એમ (AM)

views 142

પ્રધાનમંત્રી મોદી આજે સવારે 11 વાગે મન કી બાતમાં પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચાર રજૂ કરશે. સવારે અગિયાર વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ આ કાર્યક્રમનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આજે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્ર પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આ ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્શન...

જુલાઇ 27, 2024 8:03 પી એમ(PM)

views 24

નવી દિલ્હી ખાતે યોજાયેલી નીતિ આયોગની બેઠકમાં વિકસિત ભારત @2047ના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવા મુખ્મમંત્રીએ ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્‍સીલની નવમી બેઠક સંપન્ન થઇ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે ગુજરાત @૨૦૪૭ રોડમેપ તૈયાર કર્યો છે તેમ પણ તેમણે બેઠકમાં જણાવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ લક્ષ્યો સિદ્ધ કરવા માટેની થિંક ટેંક તરીકે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્‍સ્ફોર્મેશન-GRIT(ગ્રિટ...

જુલાઇ 27, 2024 2:46 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રિય અનામત પોલીસ દળ-CRPFના સ્થાપના દિવસ નિમિત્તે શુભેછાઓ પાઠવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રિય અનામત પોલીસ દળ-CRPFના સ્થાપના દિવસ નિમિત્તે શુભેછાઓ પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ CRPFના સમર્પણ અને સેવાની પ્રશંસા કરી.તેઓએ ઉમેર્યું કે CRPFના જવાનોએ  સાહસ અને પ્રતિબદ્ધતાથી હંમેશા રાષ્ટ્રને સુરક્ષિત રાખવામાં સર્વોપરી ભૂમિકા ભજવી છે. ગૃહ મંત્રી અમિત શાહે પણ CRPFના જવાનો અને તેમના પરિવારજનોને શુભેચ્છા વ્યક્ત કરી છે. શ્રી શાહે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યુ કે CRPFએ તેની સ્થાપનાના સમયથી જ રાષ્ટ્રની સુરક્ષાને પ્રાધાન્ય આપ્યું છે.

જુલાઇ 26, 2024 8:14 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે નિતી આયોગનીસંચાલન પરિષદની નવમી બેઠક આવતીકાલે દિલ્હીમાં યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાઅધ્યક્ષપદે નિતી આયોગની સંચાલન પરિષદની નવમી બેઠક આવતીકાલે દિલ્હીના રાષ્ટ્રપતિભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં યોજાશે. આ બેઠકની વિષયવસ્તુ છે વર્ષ 2047 સુધીમાંભારતને વિકસિત દેશ બનાવવો. આ બેઠકમાં વિકસિત ભારતનાદ્રષ્ટિકોણ અંગેના દસ્તાવેજ પર ચર્ચાવિચારણા થશે. નિતીઆયોગના સૂત્રોના જણાવ્યામુજબ દેશના નાગરિકોના જીવન ધોરણની ગુણવત્તામાં વધારો કરવા કેન્દ્ર અને રાજય સરકારોવચ્ચે સહકાર અને સુશાસનને કેન્દ્રમાં રાખવાની બાબત આ ચર્ચાના કેન્દ્રમાં રહેશે.એવી જ રીતે વિકસિત ભારતનું ધ્યેય હાંસલ કરવા...

જુલાઇ 22, 2024 7:41 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કારગિલ વિજય દિવસની 25મી તિથીની ઉજવણી માટે 26 જુલાઇનાં રોજ લદાખ જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કારગિલ વિજય દિવસની 25મી તિથીની ઉજવણી માટે 26 જુલાઇનાં રોજ લદાખ જશે.અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે, કારગિલ જિલ્લાનાં દ્રાસ ખાતે 24થી 26 જુલાઇ દરમિયાન ઉજવણી કરવામાં આવશે. અમારા લેહ લદાખના પ્રતિનિધીના જણાવ્યા પ્રમાણે, પ્રધાનમંત્રી મોદી દ્રાસ ખાતે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લેશે.આ ઉપરાંત, તેઓ વોલ ઓફ ફેમ અને કારગિલ યુધ્ધ સંગ્રહાલયની પણ મુલાકાત લેશે. પ્રધાનમંત્રીની મુલાકાત પૂર્વે આજે લદાખના લેફ્ટનન્ટ જનરલ ડોક્ટર બી ડી મિશ્રાના વડપણ હેઠળ સલામતીની સમીક્ષા કરવા બેઠક યોજાઈ હતી.

જુલાઇ 21, 2024 11:56 એ એમ (AM)

views 139

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હી ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી સભાને પણ સંબોધિત કરશે. ભારત પ્રથમ વખત વિશ્વ ધરોહર સમિતિની બેઠકનું આયોજન કરી રહ્યું છે. આ બેઠક 31 જુલાઈ સુધી ચાલશે. વિશ્વ ધરોહર સમિતિ વર્ષમાં એક વાર મળે છે અને તે  તમામ વિશ્વ ધરોહર-સંબંધિત બાબતોનું સંચાલન કરવા અને વિશ્વ ધરોહર યાદીમાં સમાવિષ્ટ ...