સપ્ટેમ્બર 19, 2024 9:04 એ એમ (AM)

views 29

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આજે કાશ્મીરના પ્રવાસે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આજે કાશ્મીરના પ્રવાસે જશે. તેઓ આજે શ્રીનગરમાં શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરના બેઝકેમ્પ કતરા ખાતે ચૂંટણી સભા સંબોધશે.આ પહેલાં પ્રધાનમંત્રીએ ડોડામાં એક રેલીને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે સરકારની સિદ્ધિઓ અને છેલ્લા ઘણા વર્ષ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં વિકાસ લાવવાના તેના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે ગઈકાલે સરેરાશ 61.13 ટકામતદાન ન...

સપ્ટેમ્બર 18, 2024 9:08 એ એમ (AM)

views 29

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 23 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 23 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે જશે. દરમિયાન તેઓ 21 સપ્ટેમ્બરે વિલમિન્ગ્ટૉનમાં યોજનારા ચોથા ક્વાડ સંમેલનમાં હજરી આપશે. અમેરિકાની અપીલને પગલે ભારત 2025માં આ સંમેલનની મેજબાની કરશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સંમેલનમાં નેતાઓ છેલ્લા એક વર્ષમાં ક્વાડ દ્વારા હાંસલ કરેલી પ્રગતિની સમીક્ષા કરશે. તેઓ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશોને તેમના વિકાસ લક્ષ્યો અને આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં મદદ કરવા માટે આગામી વર્ષનો ઉદ્દેશ્ય નક્કી કરશે. શ્રી મોદી આ મહિનાની 23મી તારી...

સપ્ટેમ્બર 17, 2024 9:19 એ એમ (AM)

views 27

પ્રધાનમંત્રીને જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ પુસ્તક ભેટ આપ્યું

ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સવારે તેમને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પૂજ્ય દાદા ભગવાનનું 'જ્ઞાની પુરુષ' પુસ્તક જન્મદિવસની ભેટ રૂપે અર્પણ કર્યું હતું.

સપ્ટેમ્બર 17, 2024 8:19 એ એમ (AM)

views 20

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત મોટી ભૂમિકા ભજવશે : પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજ્યમાં 8 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પોતાની સરકારના 100 દિવસમાં થયેલી કામગીરી સહિત અનેક મુદ્દા પર વાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત મોટી ભૂમિકા ભજવશે. અમદાવાદના જીએમડીસી મેદાનમાં યોજાયેલા 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત' સમારંભમાં પ્રધાનમંત્રીએ કહ્યું, આજે રાજ્યના હજારો પરિવારોને પોતાનું ઘરનું ઘર મળ્યું છે. આ પરિવારો નવરાત્રિ, દશેરા, ...

સપ્ટેમ્બર 13, 2024 9:32 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષથી ઉંમરની વ્યક્તિને મફત વીમાનો લાભ એક સપ્તાહમાં અમલી બનશે

આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના- AB PMJAY હેઠળ આવરી લેવામાં આવેલા તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને યોજના હેઠળ એક નવું, વિશિષ્ટ કાર્ડ આપવામાં આવશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે કે 70 કે તેનાંથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરવા પાત્ર હશે. આ યોજના એક સપ્તાહમાં કાર્યરત થવાની ધારણા છે. આ એક એપ્લિકેશન-આધારિત યોજના છે, અને લોકોએ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. પોર્ટલ પર ફેસ ઓથેન્ટિકેશન કરાવ્યા બાદ લિંક મોકલવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે ખાનગી વીમો ધરાવતા તથા કર્મચારી રાજ્ય વ...

સપ્ટેમ્બર 12, 2024 11:42 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી તમામ સભ્ય દેશો દ્વારા "દિલ્હી ડેક્લરેશન" ને અપનાવવાની જાહેરાત પણ કરશે. દિલ્હી ડેક્લરેશન એ પ્રદેશના ઉડ્ડયન ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેની મહત્વાકાંક્ષી માર્ગદર્શિક છે. આ પરિષદ અને દિલ્હી ડેક્લરેશનનો સ્વીકાર એશિયા-પ્રશાંત દેશોનાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સલામતી અને સાતત્યતાને આગળ ધપાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગ...

સપ્ટેમ્બર 10, 2024 7:43 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સમસ્યાઓના પ્રાદેશિક ઉકેલ પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સમસ્યાઓના પ્રાદેશિક ઉકેલ પર ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમા નવ નિર્મિત અનુસંધાન રાષ્ટ્રીય સંસોધન ફાઉન્ડેશનની પ્રથમ બોર્ડ બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ સંશોધન ક્ષેત્રે અવરોધ બની રહેલા પડકારોની ઓળખ કરવાની વાત કરી. વધુમાં તેમણે આ પડકારોને દૂર કરવા માટે પગલા લેવા અને સંસોધન ક્ષેત્રની વર્તમાન સમસ્યાઓના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ સંશોધન અને વિકાસની પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે જે તે ક્ષેત્રના નિષ્ણા...

સપ્ટેમ્બર 9, 2024 7:57 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી મોદીએ પ્રેરણારૂપ કામગીરી કરનારા વધુમાં વધુ લોકોને પદ્મ પુરસ્કારો માટે નામ નોંધાવવા અપીલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રેરણારૂપ કામગીરી કરનારા વધુમાં વધુ લોકોને પદ્મ પુરસ્કારો માટે નામ નોંધાવવા અપીલ કરી છે. આ એવોર્ડ માટે નામાંકન કરવાનો 15મી સપ્ટેમ્બર છેલ્લો દિવસ છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ ઘણા નામાંકન થવા અગે ખુશી પણ વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં, સરકારે અસંખ્ય પાયાના સ્તરે કામગીરી કરનારા હીરોને પીપલ્સ પદ્મથી સન્માનિતકર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે પુરસ્કાર મેળવનારાઓની જીવનયાત્રા અસંખ્ય લોકો માટે પ્રેરણાદાયી છે..તેમની ધીરજ અને ...

સપ્ટેમ્બર 4, 2024 9:05 એ એમ (AM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે સંવાદ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે સંવાદ કરશે. આ સમયગાળા દરમિયાન બંને દેશ વચ્ચે સહકારના નવા ક્ષેત્રો શોધવા પર ચર્ચા થવાની સંભાવના છે. ત્યારબાદ અનેક સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.શ્રી મોદી બ્રુનેઈ અને સિંગાપોરના બે દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં ગઈકાલે બંદર સેરી બેગવાન પહોંચ્યા હતા. ત્યાં બ્રુનેઈના ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતાદી બિલ્લાહે દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી દ્વારા બ્રુનેઈની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. આ મુલાકાત બંને...

ઓગસ્ટ 29, 2024 8:59 એ એમ (AM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે બહુવિધ મંચ-પ્રગતિની 44મી બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કેન્દ્ર અને રાજ્ય સરકારોની ભાગીદારી સાથે અસરકારક શાસન વ્યરવસ્થાિ અને સમય પર કાર્યક્રમોના અમલીકરણના સંચાર ટેકનોલોજી પર આધારિત બહુવિધ મંચ-પ્રગતિની 44મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં માર્ગ જોડાણ સાથે સંબંધિત બે પરિયોજના, બે રેલવે અને કોલસા, ઉર્જા અને જળ સંસાધન ક્ષેત્રની એક -એકસહિત સાત મહત્વપૂર્ણ પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. જેની કુલ કિંમત 76 હજાર 500 કરોડ રૂપિયાથી વધુ છે. આ પરિયોજનાઓ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઓડિશા,...