જાન્યુઆરી 3, 2025 2:14 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 2:14 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્લી ખાતે અનેક વિકાસ કામોનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.તેઓ જેજે ક્લસ્ટરના રહેવાસીઓ માટે લગભગ 1700 નવા બાંધવામાં આવેલા આવાસોનું પણ ઉદ્ઘાટન કરશે અને નવા બનેલા અશોક વિહારમાં લાભાર્થીઓને ચાવીઓ સોંપશે.મોદી બે શહેરી પુનઃવિકાસ પ્રોજેક્ટ્સ - નૌરોજી નગર ખાતે વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે.આ ઉપરાંત, લગભગ 300 કરોડ રૂપિયાના ખર્ચે દ્વારકા ખાતે બનેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના સંકલિત કાર્યાલય સંકુલનું પણ ઉદ્ઘાટન કરશે.મોદી દિલ્હી યુનિવર્સિટીમાં 600 કરોડ ર...

જાન્યુઆરી 1, 2025 8:21 એ એમ (AM) જાન્યુઆરી 1, 2025 8:21 એ એમ (AM)

views 7

નવી આશા, ઉમંગ અને પડકારો સાથે વર્ષ 2025નો પ્રારંભ

નવી આશા, નવા ઉમંગ અને નવા પડકારો સાથે વર્ષ 2025નો પ્રારંભ થયો છે. દેશભરમાં લોકોએ નવા વર્ષને અનેરા ઉત્સાહ સાથે આવકાર્યું હતું. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. નવા વર્ષની વહેલી સવારથી જ દેશભરના લોકો પોતાના સ્નેહીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આજે વહેલી સવારથી જ અનેક મંદિરો અને ધાર્મિક સ્થળો પર માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. વારાણસીના વિશ્વ પ્રસિદ્ધ દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી દરમિયાન દીવાઓ સાથે 'નવું વર્ષ 2025 મંગલમય' લખી...

ડિસેમ્બર 28, 2024 8:22 એ એમ (AM) ડિસેમ્બર 28, 2024 8:22 એ એમ (AM)

views 28

કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનનાં સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વૅબસાઈટ અને newsonair મૉબાઇલ એપ પર કરાશે. ઉપરાંત AIR ન્યૂઝ, ડીડી ન્યૂઝ, PMO અને માહિતી પ્રસારણ મંત્રાલયની યુ-ટ્યૂબ ચૅનલો પર પણ ‘મન કી બાત’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી પર હિન્દી ભાષામાં પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં...

ડિસેમ્બર 26, 2024 7:36 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:36 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સમગ્ર વિશ્વ યુવા શક્તિ માટે ભારત તરફ આશા અને આકાંક્ષાઓ સાથે જોઈ રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સમગ્ર વિશ્વ યુવા શક્તિ માટે ભારત તરફ આશા અને આકાંક્ષાઓ સાથે જોઈ રહ્યું છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વીર બાલ દિવસને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સરકારની નીતિઓમાં યુવાનોના સશક્તિકરણ પર મહત્તમ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. (બાઇટ-પીએમ) પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે સ્ટાર્ટઅપ્સથી લઈને વિજ્ઞાન અને રમતગમતથી લઈને ઉદ્યોગસાહસિકતા સુધી, યુવા શક્તિ નવા આયામો ખોલી રહી છે. શ્રી મોદીએ કહ્યું કે બાળકોમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં દસ હજારથી વધુ અટલ ટિંકરિંગ...

ડિસેમ્બર 26, 2024 2:18 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 2:18 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા MyGov ઓપન ફોરમ દ્વારા પણ લોકો પોતાનાં વિચારો રજૂ કરશે. આવતીકાલે 27 ડિસેમ્બર સુધી સૂચનો સ્વીકારવામાં આવશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનનાં સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઈટ અને newsona...

ડિસેમ્બર 26, 2024 2:12 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 2:12 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વામિત્વ યોજના હેઠળ 58 લાખથી વધુ સંપતિકાર્ડનું વિતરણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વામિત્વ યોજના હેઠળ 58 લાખથી વધુ સંપતિકાર્ડનું વિતરણ કરશે. આ કાર્યક્રમમાં છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ, રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ એમ 10 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના અંદાજે 50 હજાર ગામડાઓમાં આ સંપતિ કાર્ડનું વિતરણ કરાશે. ઉપરાંત અનેક મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, પંચાયતના પ્રતિનિધિઓ અને હિતધારકો પણ વર્ચ્યૂઅલ રીતે ઉપસ્થિત રહેશે. સંપત્તિ કાર્ડના પ્રાદેશિક વિતરણ સમારોહન...

ડિસેમ્બર 26, 2024 2:09 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 2:09 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે વીર બાળ દિવસની ઉજવણી પ્રસંગે સુપોષિત ગ્રામ પંચાયત અભિયાનનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે વીર બાળ દિવસની ઉજવણી પ્રસંગે સુપોષિત ગ્રામ પંચાયત અભિયાનનો પ્રારંભ કરાવ્યો. જેનો ઉદેશ્ય પોષણ સંબંધિત સેવાઓના સુદઢ અમલીકરણ અને સક્રિય સમુદાયની ભાગીદારીને સુનિશ્ચિત કરીને સુખાકારીમાં વધારો કરવાનો છે. આ કાર્યક્રમમાં અંદાજે ત્રણ હજાર 500 બાળકો અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત છે. વીર બાળ દિવસના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને દેશ પ્રત્યે સમર્પણની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા સમગ્ર દેશમાં વિવિધ પહેલો પણ ચલાવવામ...

ડિસેમ્બર 26, 2024 9:05 એ એમ (AM) ડિસેમ્બર 26, 2024 9:05 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે વીર બાળ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે વીર બાળ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સુપોષિત ગ્રામ પંચાયત અભિયાનનો પ્રારંભ કરાવશે. જેનો ઉદેશ્ય પોષણ સંબંધિત સેવાઓના સુદઢ અમલીકરણ અને સક્રિય સમુદાયની ભાગીદારીને સુનિશ્ચિત કરીને સુખાકારીમાં વધારો કરવાનો છે. આ કાર્યક્રમમાં અંદાજે ત્રણ હજાર 500 બાળકો અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વીર બાળ દિવસના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને દેશ પ્રત્યે સમર્પણની સંસ્કૃતિને પ્રોત્સ...

ડિસેમ્બર 25, 2024 8:00 પી એમ(PM) ડિસેમ્બર 25, 2024 8:00 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશમાં દેશની પ્રથમ બહુહેતુક કેન-બેતવા રાષ્ટ્રીય નદી જોડો યોજનાનું શિલારોપણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના 100મા જન્મદવિસે મધ્યપ્રદેશનાં ખજુરાહોમાં દેશની પ્રથમ મહત્વાકાંક્ષી અને બહુહેતુક કેન-બેંતવા રાષ્ટ્રીય નદી જોડો યોજનાનું શિલારોપણ કર્યું હતું.પ્રધાનમંત્રીએ દેશનાં પ્રથમ ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું અને 1 હજાર 153 અટલ ગ્રામ સુશાસન ભવનનું ભૂમિ પુજન કર્યું હતું. આ પ્રસંગે મોદીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી માટે સુશાસન એક દિવસનો કાર્યક્રમ નથી પણ સરકારોની ઓળખ છે. તેમણે અટલબિહારી વાજપેયીને સુશાસન અન...

ડિસેમ્બર 25, 2024 8:48 એ એમ (AM) ડિસેમ્બર 25, 2024 8:48 એ એમ (AM)

views 5

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે શાસનને નાગરિકો માટે સરળ અને વધુ મૈત્રીપૂર્ણ બનાવવા માટે લગભગ બે હજાર જૂના નિયમોને નાબૂદ કરવામાં આવ્યા છે.

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે શાસનને નાગરિકો માટે સરળ અને વધુ મૈત્રીપૂર્ણ બનાવવા માટે લગભગ બે હજાર જૂના નિયમોને નાબૂદ કરવામાં આવ્યા છે. સુશાસન દિવસની પૂર્વ સંધ્યાએ નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં, શ્રી સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવેલા મોટા વહીવટી સુધારાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે સરકાર પારદર્શિતા, નવીનતા અને પ્રજાલક્ષી નીતિઓ માટે પ્રતિબદ્ધ છે.