જાન્યુઆરી 15, 2025 8:36 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:36 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં બે યુદ્ધ જહાજો – INS સુરત અને INS નીલગિરી અને એક સબમરીન – INS વાઘશીરનું રાષ્ટ્રને સમર્પિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં બે યુદ્ધ જહાજો - INS સુરત અને INS નીલગિરી અને એક સબમરીન - INS વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કરશે.પહેલી વાર ભારતીય નૌકાદળમાં એક સાથે ત્રણ જહાજોનો સમાવેશ થઈ રહ્યો છે. સંરક્ષણ ઉત્પાદન અને દરિયાઈ સુરક્ષામાં વૈશ્વિક નેતૃત્વ હાંસલ કરવાના ભારતના લક્ષ્ય તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે.ત્યારબાદ શ્રી મોદી નવી મુંબઈના ખારઘરમાં શ્રી શ્રીરાધા મદનમોહનજી મંદિરનું ઉદ્ઘાટન કરશે. ઇસ્કોન પ્રોજેક્ટનું આ મંદિર નવ એકર વિસ્તારમાં બનેલ છે. આ સંકુલમાં વૈદિક શિક્ષણ કેન્દ્ર, પ્રસ્તાવિત સંગ્...

જાન્યુઆરી 14, 2025 8:58 એ એમ (AM) જાન્યુઆરી 14, 2025 8:58 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મિશન મૌસમનો પ્રારંભ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મિશન મૌસમનો પ્રારંભ કરશે. મિશન મોસમનો ઉદ્દેશ્ય દેશને હવામાન-તૈયાર અને આબોહવા-સ્માર્ટ રાષ્ટ્ર બનાવવાનો છે. શ્રી મોદી ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસ નિમિત્તે ભારત મંડપમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આ મિશનનો શુભારંભ કરશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત લોકોને પણ સંબોધિત કરશે.

જાન્યુઆરી 13, 2025 9:28 એ એમ (AM) જાન્યુઆરી 13, 2025 9:28 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી મોદી આજે જમ્મુકાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ ટનલ શ્રીનગરથી લેહ થઈને સોનમર્ગ માર્ગમાં તમામ ઋતુઓમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે. પ્રધાનમંત્રી બાંધકામ ક્ષેત્રનાં શ્રમિકોને પણ મળશે અને આ એન્જિનિયરિંગ સિદ્ધિમાં તેમના યોગદાનને સ્વીકારશે. લગભગ 12 કિલોમીટર લાંબી સોનમર્ગ ટનલ પ્રોજેક્ટ 2 હજાર 700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં સોનમર્ગ મુખ્ય ટનલ, બહાર નીકળવાની ટનલ અને એપ્રોચ રોડનો સમાવેશ થાય છે. આ ટનલને કારણે ભુસ્ખલન અને હિમશીલાથી અસરગ...

જાન્યુઆરી 11, 2025 10:30 એ એમ (AM) જાન્યુઆરી 11, 2025 10:30 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી માસમાં ફ્રાન્સની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી માસમાં ફ્રાન્સની મુલાકાત લેશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સની રાજ્ય મુલાકાતે જવાના છે, ત્યારબાદ તેઓ આવતા મહિને યોજાનારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સમિટમાં ભાગ લેશે. ફ્રાન્સના રાજદૂતોના પરિષદમાં બોલતા રાષ્ટ્રપતિ મેક્રોને આગામી AI સમિટને "કાર્યવાહી માટે સમિટ" તરીકે વર્ણવી, જેનો હેતુ કૃત્રિમ બુદ્ધિમત્તા પર અર્થપૂર્ણ ચર્ચાઓને પ્રોત્સાહન આપવાનો છે. રાષ્ટ્રપતિ મેક્રોને એ પણ પુષ્ટિ આપી કે પ્રધાનમંત્રી ...

જાન્યુઆરી 11, 2025 9:48 એ એમ (AM) જાન્યુઆરી 11, 2025 9:48 એ એમ (AM)

views 18

રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદી 3000 ઊભરતા નેતાઓ સાથે સંવાદ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ પર દિલ્હીના ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યુવા નેતા સંવાદમાં ભાગ લેશે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદી દેશભરના ત્રણ હજાર ઊભરતા નેતાઓ સાથે વાતચીત કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી દસ વિષયો પર સહભાગીઓ દ્વારા લખાયેલા શ્રેષ્ઠ નિબંધોના સંગ્રહનું પણ વિમોચન કરશે. જેમાં ટેકનોલોજી, ટકાઉપણું, મહિલા સશક્તિકરણ, ઉત્પાદન અને કૃષિ જેવા વિષયો પરના નિબંધોનો સમાવેશ થાય છે. વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદનો ઉદ્દેશ...

જાન્યુઆરી 9, 2025 7:17 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 7:17 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “વર્ષ 2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવામાં પ્રવાસી ભારતીયોની નિર્ણાયક ભૂમિકા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “વર્ષ 2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવામાં પ્રવાસી ભારતીયોની નિર્ણાયક ભૂમિકા છે.” શ્રી મોદી ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યા બાદ સભા સંબોધી રહ્યા હતા. પ્રધાનમંત્રીએ વૈશ્વિક વિકાસ અને ભારતની વિકાસ યાત્રામાં પ્રવાસી ભારતીયોની મહત્વની ભૂમિકાની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ કહ્યું, “ગત દાયકામાં ભારતમાં 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.”

જાન્યુઆરી 9, 2025 2:42 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 2:42 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રનાં દૂત તરીકે સેવા કરવા બદલ વિદેશમાં વસતા ભારતીયોની પ્રશંસા કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રનાં દૂત તરીકે સેવા કરવા બદલ વિદેશમાં વસતા ભારતીયોની પ્રશંસા કરી છે. આજે ઓડિશનાં ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદઘાટન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે તેઓ હંમેશા ભારતીય સમુદાયને ભારતનાં દૂત તરીકે માને છે.

જાન્યુઆરી 8, 2025 9:54 એ એમ (AM) જાન્યુઆરી 8, 2025 9:54 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી મોદી આજે વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન-ખાતમુહુર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ખાતમુહુર્ત કરશે. પ્રધાનમંત્રી મોદી વિશાખાપટ્ટનમ નજીક પુડીમડાકા ખાતે NTPC ગ્રીન એનર્જી લિમિટેડના અત્યાધુનિક ગ્રીન હાઇડ્રોજન સેન્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ આ પહેલું ગ્રીન હાઇડ્રોજન સેન્ટર હશે. આ પ્રોજેક્ટ પર અંદાજે 1 લાખ 85 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે. જેનાથી વર્ષ 2030 સુધીમાં 500 GW બિન-અશ્મિભૂત ઉર્જા ક્ષમતાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ મળશે. પ્ર...

જાન્યુઆરી 5, 2025 8:38 એ એમ (AM) જાન્યુઆરી 5, 2025 8:38 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં 12 હજાર 200 કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન -ખાતમુહુર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં 12 હજાર 200 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. 4 હજાર 600 કરોડ રૂપિયાના સાહિબાબાદ અને ન્યૂ અશોક નગર વચ્ચેના દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ,નમો ભારત કોરિડોરના,13 કિલોમીટરના પટ્ટાનું પણ પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનની સવારી પણ કરશે. શ્રી મોદી લગભગ 1 હજાર 200 કરોડ રૂપિયાના દિલ્હી મેટ્રો ફેઝ-4ના જનકપુરી અને કૃષ્ણા પાર્ક વચ્ચેના ...

જાન્યુઆરી 5, 2025 8:06 એ એમ (AM) જાન્યુઆરી 5, 2025 8:06 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી.

રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ખેલ મહાકુંભના ત્રીજા તબક્કાના પ્રારંભમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ત્યારથી રાજ્યમાં ખૂણે ખૂણે રમત ગમત ક્ષેત્રે નવી ક્રાંતિ આવી છે. ખેલ મહાકુંભે રાજ્યના ખૂણે ખુણાના બાળકો-યુવાનોને રમત સાથે જોડવાનું કામ કર્યું છે. ડાંગના આદિવાસી વિસ્તારોથી લઈને કચ્છના સરહદી ગામડામાં વસતા બાળકો-યુવાનોને ખેલ મહાકુંભ થકી મોટો મંચ મળ્યો છે. ગુજરાતને અનેક નેશનલ–ઈન્ટરનેશનલ ખેલાડીઓ પણ મળ્યા છે. શ્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે,...