ફેબ્રુવારી 23, 2025 10:58 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 10:58 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આજે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન ...

ફેબ્રુવારી 23, 2025 8:08 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 8:08 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 119મી કડી હશે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નૅટવર્ક, આકાશવાણી સમાચાર વૅબસાઈટ અને ન્યૂઝ ઑન A.I.R. મૉબાઈલ એપ્લિકેશન પર કરાશે. મન કી બાત કાર્યક્રમને આકાશવાણી સમાચાર, ડીડી ન્યૂઝ, PMO તેમ જ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ-ટ્યૂબ પર પણ પ્રસારિત કરાશે. હિન્દી પ્રસારણ બાદ તરત જ આકાશવાણી પર પ્રાદેશિક ભાષાઓમાં કાર...

ફેબ્રુવારી 21, 2025 7:36 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 7:36 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું.ત્રણ દિવસીય સંમેલનમાં પેનલ ચર્ચાઓ, પુસ્તક પ્રદર્શનો, સાંસ્કૃતિક પ્રદર્શનો અને પ્રખ્યાત સાહિત્યકારો સાથે વિવિધ સત્રો અને શ્રેણીનું આયોજન કરવામાં આવશે. ત્રણ દિવસીય આ સંમેલનમાં ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાની ઉજવણી કરવામાં આવશે. તે મરાઠી સાહિત્યની કલાતીત સુસંગતતાની ઉજવણી કરશે અને સમકાલીન ચર્ચામાં તેની ભૂમિકાનું અન્વેષણ કરશે, જેમાં ભાષા સંરક્ષણ, અનુવાદ અને સાહિત્યિક કૃતિઓ પર ડિજિટ...

ફેબ્રુવારી 21, 2025 2:42 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 2:42 પી એમ(PM)

views 10

ભારત વૈશ્વિક તાકાત તરીકે ઉભરી રહ્યું છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત વૈશ્વિક ઊર્જા તરીકે તરીકે ઉભરી રહ્યું છે અને આ માટે દરેક ક્ષેત્રમાં ઊર્જાવાન નેતાઓની જરૂર છે. નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે સૉલ લીડરશીપ કૉન્કલૅવની પહેલી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતાં શ્રી મોદીએ કહ્યું, રાષ્ટ્રનિર્માણ માટે નાગરિકોનો વિકાસ મહત્વનો છે. શ્રી મોદીએ કહ્યું, સ્કૂલ ઑફ અલ્ટિમેટ લીડરશીપની સ્થાપના વિકસિત ભારતની યાત્રાની દિશામાં મહત્વનું પગલું છે. આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત ભૂતાનના પ્રધાનમંત્રી દાશો ત્સેરિંગ તોબગેએ પોતાના સંબોધનમાં શ્રી મોદીની પ્...

ફેબ્રુવારી 20, 2025 7:49 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:49 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ અને જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રીઓ એકનાથ શિંદે અને અજિત પવાર, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ, ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુ...

ફેબ્રુવારી 19, 2025 8:44 એ એમ (AM) ફેબ્રુવારી 19, 2025 8:44 એ એમ (AM)

views 87

ભારત અને કતાર વેપાર, રોકાણ, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, સંસ્કૃતિ અને ઉર્જા ક્ષેત્રમાં વિશ્વસનીય ભાગીદાર. – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે કતાર સાથે ભારતના સંબંધો સદીઓ જૂના છે અને બંને દેશો વેપાર, રોકાણ, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, સંસ્કૃતિ અને ઉર્જા ક્ષેત્રોમાં વિશ્વસનીય ભાગીદાર છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-સાનીનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ એવું સૂચન કર્યું કે ભારત અને કતારે નવીનતા, ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સમાં સહયોગ વધારવા માટે તેમની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે કહ્યું કે બંને દેશોએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં શાંતિ, પ્રગતિ અને...

ફેબ્રુવારી 17, 2025 2:10 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 2:10 પી એમ(PM)

views 8

વિશ્વ પર્યાવરણ અને સશક્તિકરણ માટે ફેશનનો અભિગમ અપનાવી રહ્યું છે અને આ સંદર્ભમાં ભારત આગેવાની લઈ શકે છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, વિશ્વ પર્યાવરણ અને સશક્તિકરણ માટે ફેશનનો અભિગમ અપનાવી રહ્યું છે અને આ સંદર્ભમાં ભારત આગેવાની લઈ શકે છે. તેમણે ખાદી અને આદિવાસી કાપડને ટાંકતા જણાવ્યું કે, સાતત્યતા એ ભારતીય કાપડ પરંપરાનો હિસ્સો રહ્યો છે. ગઈ કાલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025 ખાતે ઉપસ્થિતોને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારતની પરંપરાગત સાતત્યપૂર્ણ ટેકનિકમાં હવે અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે, જેનો લાભ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા કલાકારો, વ...

ફેબ્રુવારી 16, 2025 9:14 એ એમ (AM) ફેબ્રુવારી 16, 2025 9:14 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત ભવિષ્ય વિશે વૈશ્વિક ચર્ચાઓના કેન્દ્રમાં જ નથી, પરંતુ આ ચર્ચાઓનું નેતૃત્વ પણ કરી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત ભવિષ્ય વિશે વૈશ્વિક ચર્ચાઓના કેન્દ્રમાં જ નથી, પરંતુ આ ચર્ચાઓનું નેતૃત્વ પણ કરી રહ્યું છે. ગઈકાલે દિલ્હીમાં એક મીડિયા હાઉસ દ્વારા આયોજિત સમિટને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, ભારતે વૈશ્વિક સ્તરે એક એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે જે તેણે પહેલાં ક્યારેય મેળવ્યું ન હતું. તેમણે કહ્યું કે, વૈશ્વિક મંચો અને અગ્રણી દેશોનો ભારતમાં વિશ્વાસ પહેલા કરતાં વધુ મજબૂત બન્યો છે. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત 2014 થી ઝડપી વિકાસના માર્ગ પર છે. માત્ર એક દાયકામાં, ભારત...

ફેબ્રુવારી 16, 2025 9:12 એ એમ (AM) ફેબ્રુવારી 16, 2025 9:12 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં સંબોધન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં સંબોધન કરશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ભારત ટેક્સ પ્લેટફોર્મ, કાપડ ઉદ્યોગનો સૌથી મોટો અને વ્યાપક કાર્યક્રમ છે, જે સમગ્ર કાપડ ઇકોસિસ્ટમનું પ્રદર્શન કરે છે. તેમાં 70 થી વધુ કોન્ફરન્સ સત્રો, રાઉન્ડ ટેબલ, પેનલ ચર્ચાઓ અને માસ્ટર ક્લાસ સાથે વૈશ્વિક પરિષદ યોજાઇ રહી છે. આ કાર્યક્રમમાં નીતિ નિર્માતાઓ અને વૈશ્વિક સીઈઓ, 5,000 થી વધુ પ્રદર્શકો, 120 થી વધુ દેશોના 6,000 આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને અન્ય મુલાકાતીઓ ભાગ લેશે.

ફેબ્રુવારી 15, 2025 11:00 એ એમ (AM) ફેબ્રુવારી 15, 2025 11:00 એ એમ (AM)

views 16

ફ્રાંસ અને અમેરિકાના પ્રવાસથી પ્રધાન મંત્રી મોદી પરત ફર્યા

ફ્રાન્સ અને અમેરિકાની મહત્વપૂર્ણ અને ફળદાયી મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ભારત પરત ફર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર અમેરિકાની મુલાકાતે ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પ્રધાનમંત્રીની અમેરિકાની આ પ્રથમ મુલાકાત હતી. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરી હતી. ગુરુવારે મોડીરાત્રે વ્હાઇટ હાઉસમાં ચાર કલાક સુધી દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી.