સપ્ટેમ્બર 5, 2024 2:21 પી એમ(PM) સપ્ટેમ્બર 5, 2024 2:21 પી એમ(PM)

views 9

ભારત અને સિંગાપોર વચ્ચે આરોગ્ય અને દવાઓ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સહિત ચાર ક્ષેત્રમાં સમજૂતી કરાર થયા

ભારત અને સિંગાપોર વચ્ચે આજે આરોગ્ય અને દવાઓ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, ડિજિટલ તકનીકી અને ભારત-સિંગાપોર સેમિ-કન્ડક્ટર ઇકો-સિસ્ટમ ભાગીદારી એમ ચાર ક્ષેત્રમાં સમજૂતી કરાર થયા છે. બંને દેશ ભારતની એક્ટ ઇસ્ટ પૉલિસીને વધુ મજબૂત બનાવવા માટે વ્યાપક વ્હૂયાત્મક ભાગીદારી કરવા સંમત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના તેમના સમકક્ષ લૉરેન્સ વૉન્ગ વચ્ચેની પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક બાદ આજે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે.... (બાઈટ –પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી...

સપ્ટેમ્બર 4, 2024 9:05 એ એમ (AM) સપ્ટેમ્બર 4, 2024 9:05 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે સંવાદ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે સંવાદ કરશે. આ સમયગાળા દરમિયાન બંને દેશ વચ્ચે સહકારના નવા ક્ષેત્રો શોધવા પર ચર્ચા થવાની સંભાવના છે. ત્યારબાદ અનેક સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.શ્રી મોદી બ્રુનેઈ અને સિંગાપોરના બે દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં ગઈકાલે બંદર સેરી બેગવાન પહોંચ્યા હતા. ત્યાં બ્રુનેઈના ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતાદી બિલ્લાહે દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી દ્વારા બ્રુનેઈની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. આ મુલાકાત બંને...

સપ્ટેમ્બર 2, 2024 8:00 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 8:00 પી એમ(PM)

views 10

ભારતીય જનતા પાર્ટીની સભ્યપદ ઝૂંબેશનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રારંભ કરાયો

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભાજપની સભ્યપદ ઝૂંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગેશ્રી મોદીએ પક્ષનું સભ્યપદ મેળવ્યા બાદ કાર્યકરોને સંબોધતાં જણાવ્યું હતું કે, સભ્યપદ ઝૂંબેશ અમારા માટે પરિવારનો વિસ્તારછે અને તેનો હેતુ દેશની તાકાત મજબૂત બનાવવનો છે.  ભાજપના પક્ષ પ્રમુખ જેપી નડ્ડાએ જણાવ્યું કે, ભાજપ એક માત્ર એવો પક્ષ છે જે ભારતીય બંધારણમાં સમાહિત મૂલ્યોને અનુરુપ કામ કરે છે. પક્ષના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે, ભાજપ વિશ...

સપ્ટેમ્બર 2, 2024 3:29 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 3:29 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાજપના સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પ્રધાનમંત્રીને તેમના સભ્યપદનું નવું પ્રમાણપત્ર આપતાં જ આ અભિયાનનો પ્રારંભથશે. ભાજપના તમામ વર્તમાન સભ્યોએ પોતાનું સભ્યપદ ફરી લેવું પડશે. પાર્ટીના સંવિધાન અનુસાર, દર પાંચથી છ વર્ષ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આજથી શરૂ થનારું ભાજપનું આઅભિયાન 10 નવેમ્બર સુધી વિવિધ તબક્કામાં પૂર્ણ થશે. જ્યારે પહેલા તબક્કો 25 સપ્ટેમ્બરે પૂર્ણ થશે. લોકો મિસ્ડ-કૉલ આપીને અથવા પાર...

સપ્ટેમ્બર 2, 2024 3:12 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 3:12 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસ બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસ બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસે જશે. નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતાં વિદેશ મંત્રાલયના સચિવ (પૂર્વ) જયદીપ મજૂમદારે કહ્યું હતું કે, અત્યારસુધીમાં ભારતીય પ્રધાનમંત્રીની બ્રુનેઈની આ પ્રથમ મુલાકાત છે. ભારત અને બ્રુનેઈ વચ્ચેના રાજદ્વારી સંબંધોના 40 વર્ષ થતાં શ્રી મોદી બ્રુનેઇ જઈ રહ્યાં છે. શ્રી મજૂમદારે કહ્યું, ભારતની ‘એક્ટ ઇસ્ટ’ પૉલિસી અને તેના ઇન્ડો-પેસિફિક લક્ષ્યમાં બ્રુનેઈ એ ભારતનું મહત્વનું ભાગીદાર છે. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ છ વર્ષ બા...

સપ્ટેમ્બર 2, 2024 3:01 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 3:01 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી મોદીએ પેરિસ પેરાલિમ્પિકમાં પુરૂષોની ઊંચી કૂદ ટી-47 સ્પર્ધામાં રજત ચંદ્રક જીતવા બદલ નિષાદ કુમારને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિકમાં પુરૂષોની ઊંચી કૂદ ટી-47 સ્પર્ધામાં રજત ચંદ્રક જીતવા બદલ નિષાદ કુમારને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં ખેલાડીના ઉત્સાહ અને દ્રઢ સંકલ્પની પ્રશંસા કરતા તેમણે, દેશને નિષાદ ઉપર ગર્વ હોવાનું કહ્યું છે.

ઓગસ્ટ 29, 2024 8:59 એ એમ (AM) ઓગસ્ટ 29, 2024 8:59 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે બહુવિધ મંચ-પ્રગતિની 44મી બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કેન્દ્ર અને રાજ્ય સરકારોની ભાગીદારી સાથે અસરકારક શાસન વ્યરવસ્થાિ અને સમય પર કાર્યક્રમોના અમલીકરણના સંચાર ટેકનોલોજી પર આધારિત બહુવિધ મંચ-પ્રગતિની 44મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં માર્ગ જોડાણ સાથે સંબંધિત બે પરિયોજના, બે રેલવે અને કોલસા, ઉર્જા અને જળ સંસાધન ક્ષેત્રની એક -એકસહિત સાત મહત્વપૂર્ણ પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. જેની કુલ કિંમત 76 હજાર 500 કરોડ રૂપિયાથી વધુ છે. આ પરિયોજનાઓ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઓડિશા,...

ઓગસ્ટ 28, 2024 11:23 એ એમ (AM) ઓગસ્ટ 28, 2024 11:23 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે ગઈકાલે ફોન પર વાત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે ગઈકાલે ફોન પર વાત કરી હતી. તેમણે યુક્રેન પ્રવાસના અનુભવો વિશે વાત કરી, ઉપરાંત બંને દેશોના નેતાઓ વચ્ચે રશિયા -યુક્રેન યુદ્ધને લઈને પણ ચર્ચા થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે નેતાઓએ બંને દેશો વચ્ચે રાજદ્વારી ભાગીદારીને મજબૂત કરવાના ઉપાયો અંગે પણ ચર્ચા કરી. પીએમ મોદીએ વાટાઘાટોથી સંઘર્ષનું સમાધાન મેળવી શકાય છે એ વાતનો પુનરોચ્ચાર કર્યો. ઉલ્લેખનીય છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદોમીર ઝેલેન્સ્કીએ બીજ...

ઓગસ્ટ 23, 2024 8:22 એ એમ (AM) ઓગસ્ટ 23, 2024 8:22 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનો આ 113મો એપિસોડ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દુરદર્શન, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર સાંભળી શકશો. આ ઉપરાંત આકાશવાણીની અંગ્રેજી, હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાઓની યુટ્યૂબ ચેનલ ઉપર પણ આપ તેને સાંભળી શકશે. આકાશવાણી પરથી મુખ્ય કાર્યક્રમના તુરત બાદ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે.

ઓગસ્ટ 22, 2024 2:00 પી એમ(PM) ઓગસ્ટ 22, 2024 2:00 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૉલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની બેઠક કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૉલેન્ડના સત્તાવાર પ્રવાસે છે. તેઓ આજે વૉરસામાં પૉલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરશે. બંને દેશના નેતાઓએ દ્વીપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે. શ્રી મોદી પૉલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજ ડૂડા સાથે પણ મુલાકાત કરવાના છે. બીજા તબક્કામાં તેઓ યુક્રેન પહોંચશે. યુક્રેનના રાજધાની કીવમાં તેઓ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરશે. ભારતીય પ્રધાનમંત્રીનો પ્રથમ યુક્રેન પ્રવાસ છે. દરમિયાન બંને દેશોના નેતાઓ વચ્ચે રાજકીય, વે...