સપ્ટેમ્બર 17, 2024 9:19 એ એમ (AM) સપ્ટેમ્બર 17, 2024 9:19 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રીને જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ પુસ્તક ભેટ આપ્યું

ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સવારે તેમને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પૂજ્ય દાદા ભગવાનનું 'જ્ઞાની પુરુષ' પુસ્તક જન્મદિવસની ભેટ રૂપે અર્પણ કર્યું હતું.

સપ્ટેમ્બર 17, 2024 8:19 એ એમ (AM) સપ્ટેમ્બર 17, 2024 8:19 એ એમ (AM)

views 11

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત મોટી ભૂમિકા ભજવશે : પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજ્યમાં 8 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પોતાની સરકારના 100 દિવસમાં થયેલી કામગીરી સહિત અનેક મુદ્દા પર વાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત મોટી ભૂમિકા ભજવશે. અમદાવાદના જીએમડીસી મેદાનમાં યોજાયેલા 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત' સમારંભમાં પ્રધાનમંત્રીએ કહ્યું, આજે રાજ્યના હજારો પરિવારોને પોતાનું ઘરનું ઘર મળ્યું છે. આ પરિવારો નવરાત્રિ, દશેરા, ...

સપ્ટેમ્બર 16, 2024 7:33 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2024 7:33 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્તમાન યુગને ભારત માટે સુવર્ણ સમય ગણાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્તમાન યુગને ભારત માટે સુવર્ણ સમય ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, દેશમાં આ સમય અમૃતકાળ છે, જેમાં આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો ધ્યેય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વિકસિત ભારતનાં સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાતની મોટી ભૂમિકા છે. શ્રી મોદીએ આજે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આઠ હજાર કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા બાદ જાહેર સભાને સંબોધન કર્યું હતું. રાજ્યના થયેલા માળખાકીય વિકાસની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ જણા...

સપ્ટેમ્બર 16, 2024 7:26 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2024 7:26 પી એમ(PM)

views 3

અમદાવાદથી ભૂજ વચ્ચે નમો ભારત રેપિડ રેલવેનો આરંભ

અમદાવાદથી ભૂજ વચ્ચે નમો ભારત રેપિડ રેલવેનો આરંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને લીલી ઝંડી ફરકાવીને તેનો આરંભ કરાવ્યો હતો..ત્યારે આજે સાંજે ભૂજ રેલવે સ્ટેશનથી નમો ભારત રેપિડ ટ્રેને પ્રસ્થાન કર્યુ હતું.. આજથી શરૂ થઇ રહેલી આ ટ્રેનમાં ભૂજથી લોકોએ ઢોલનગારા સાથે ટ્રેનમાં પ્રવેશ કર્યો હતો.. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં આ ટ્રેને અમદાવાદ આવવા પ્રસ્થાન કર્યુ હતું.. આ ટ્રેન અઠવડિયાના છ દિવસ દોડશે.

સપ્ટેમ્બર 16, 2024 2:37 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2024 2:37 પી એમ(PM)

views 4

દેશનું પ્રત્યેક ઘર ઊર્જા ઉત્પાદક બનવા તૈયાર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ચોથી RE Invest global renewable energy meetનું ઉદઘાટન કરતા જણાવ્યું છે કે આપણું લક્ષ્ય ટોચ પર પહોંચવાનું નહીં, પરંતુ ટોચ પર ટકી રહેવાનું છે. તેમણે કહ્યું કે આપણે ઊર્જા આધારિત નથી. આથી આપણે સૌર ઊર્જા, પરમાણું ઊર્જા, પવન ઊર્જા પર રહેવાનો નિર્ણય કર્યો છે. સંમેલનને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમણે વિદેશ મંત્રીઓને જણાવ્યું કે મોઢેરામાં હજારો વર્ષ જૂનું સૂર્ય મંદિર છે. સાથે જ આ ગામ સૌર ગામ છે. વધુમાં શ્રી મોદીએ અયોધ્યામાં પણ ઘર...

સપ્ટેમ્બર 16, 2024 2:34 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2024 2:34 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી મોદી આજે સાંજે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી નાગપુર રેલવે મથકથી નાગપુર સિકંદરાબાદ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી નાગપુર રેલવે મથકથી નાગપુર સિકંદરાબાદ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવશે. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીઅને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહેશે. નાગપુર રેલવે સ્ટેશન પરત્રણ વંદે ભારત ટ્રેનના શુભારંભ માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં નાગપુર—સિકરંદાબાદ,પુણે—હુબલી અને કોલ્હાપુર પુણે માર્ગ સામેલ છે. વિદર્ભ વિસ્તાર માટે મહત્વની નાગપુર—સિકંદરાબાદ વંદે ભારત એક્સપ્રેસ આ બ...

સપ્ટેમ્બર 13, 2024 9:33 એ એમ (AM) સપ્ટેમ્બર 13, 2024 9:33 એ એમ (AM)

views 5

ભારતને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થંતંત્ર બનાવવામાં ઉડ્ડયન ક્ષેત્રએ મહત્વની ભૂમિકા ભજવી છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થંતંત્ર બનાવવામાં ઉડ્ડયન ક્ષેત્રએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ક્ષેત્ર દ્વારા સરકાર લોકો, સંસ્કૃતિ અને સમૃદ્ધિને જોડવાનું કામ કરી રહી છે. ગઈ કાલે નવી દિલ્હીમાં નાગરિક ઉડ્ડયન પર એશિયા-પેસિફિક મંત્રી સ્તરીય પરિષદને સંબોધતા, શ્રી મોદીએ જણાવ્યું હતું કે વધતા જતા મધ્યમ વર્ગને કારણે માંગ વધવાથી આ ક્ષેત્રએ પ્રગતિ સાધી છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર નોંધપાત્ર પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, નાગરિકો માટે મુસાફ...

સપ્ટેમ્બર 12, 2024 8:19 પી એમ(PM) સપ્ટેમ્બર 12, 2024 8:19 પી એમ(PM)

views 5

નવી દિલ્હીમાં નાગરિક ઉડ્ડયન અંગેની પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાં ઉડ્ડયન ક્ષેત્રનો મહત્વનો ફાળો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે અને તે નાગરિકો માટે મુસાફરીની સરળતા અને જોડાણ વધારી રહ્યું છે.નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા પ્રશાંત મંત્રીસ્તરની પરિષદમાં મોદીએ આ મુજબ જણાવ્યું હતું. પરિષદમાં પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન એટલે કે, ICAOના 80 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે 80 હજાર વૃક્ષ વાવવાની જાહેરાત કરી હતી તેમ જ તમામ સભ્ય દેશને દિલ્હી ઘોષણાપત્રને અપનાવવા કહ્યું હતું.

સપ્ટેમ્બર 12, 2024 11:42 એ એમ (AM) સપ્ટેમ્બર 12, 2024 11:42 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી તમામ સભ્ય દેશો દ્વારા "દિલ્હી ડેક્લરેશન" ને અપનાવવાની જાહેરાત પણ કરશે. દિલ્હી ડેક્લરેશન એ પ્રદેશના ઉડ્ડયન ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેની મહત્વાકાંક્ષી માર્ગદર્શિક છે. આ પરિષદ અને દિલ્હી ડેક્લરેશનનો સ્વીકાર એશિયા-પ્રશાંત દેશોનાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સલામતી અને સાતત્યતાને આગળ ધપાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગ...

સપ્ટેમ્બર 10, 2024 8:52 એ એમ (AM) સપ્ટેમ્બર 10, 2024 8:52 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને પદ્મ પુરસ્કારો માટે પ્રેરણા દાયક વ્યક્તિઓનું નામાંકન કરાવવા અપીલ કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને પદ્મ પુરસ્કારો માટે પ્રેરણા દાયક વ્યક્તિઓનું નામાંકન કરાવવા અપીલ કરી છે.આ એવોર્ડ માટે અરજી કરવાનો છેલ્લો દિવસ 15મી સપ્ટેમ્બર છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ આ પુરસ્કાર માટે સંખ્યાબંધ નામાંકન થવા અગે ખુશી પણ વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં, સરકારે પાયાના સ્તરે કામગીરી કરનારા અનેક લોકોને પીપલ્સ પદ્મથી સન્માનિત કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે પુરસ્કાર મેળવનારાઓની જીવનયાત્રા અસંખ્ય લોકો માટે પ્રેરણાદાયી હોય છે.. કાર...