ઓક્ટોબર 16, 2024 8:13 પી એમ(PM)

views 11

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદનું વિધ્ન આવતી કાલે મેચ પુનઃ શરૂ થશે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદને કારણે રમાઇ શકી ન હતી.બેંગલુરુનાં એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આવતી કાલે બીજા દિવસે મેચનો વહેલો પ્રારંભ થવાની સંભાવના છે.ઉલ્લેખનીય છે કે ભારત તાજેતરમાં જ બાંગલાદેશ સામેની શ્રેણી 2 શૂન્યથી જીત્યું છે, જ્યારે ન્યૂઝીલેન્ડ શ્રીલંકા સામેની શ્રેણી 2-શૂન્યથી હારી ગયું છે.વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેબલમાં ભારત પ્રથમ ક્રમે છે, જ્યારે ન્યૂઝીલેન્ડ છઠ્ઠા ક્રમે છે.