જાન્યુઆરી 21, 2025 10:15 એ એમ (AM) જાન્યુઆરી 21, 2025 10:15 એ એમ (AM)
3
પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ મુખ્ય મહેમાન બનશે
દિલ્હી ખાતે આ વર્ષનાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય સંસ્કૃતિની વિવિધતા અને સૈન્ય શક્તિનું શાનદાર પ્રદર્શન કરવામાં આવશે. તેમાં બંધારણ લાગુ થયાના 75 વર્ષ અને જનભાગીદારી પર વિશેષ રૂપથી ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. આ વર્ષે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રાબોવો સુબિયાન્તો પરેડના મુખ્ય મહેમાન રહેશે. સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહે જણાવ્યું કે, કર્તવ્ય પથ પર પરેડમાં ભારતીય સશસ્ત્ર દળોની સાથે-સાથે ઇન્ડોનેશિયાનાં 160 સભ્યોની કૂચ ટુકડી અને 190 સભ્યોની બેન્ડ ટીમ પણ ભાગ લેશે. તેમણે જણાવ્યું કે, વિવિધ રાજ્...