જાન્યુઆરી 29, 2025 7:18 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 7:18 પી એમ(PM)

views 3

પ્રજાસત્તાક દિવસની ઉજવણીનાં ભાગ રૂપે નવી દિલ્હીમાં આજે સાંજે બિટીંગ રિટ્રીટ સમારોહ ઉજવવામાં આવ્યો

પ્રજાસત્તાક દિવસની ઉજવણીનાં ભાગ રૂપે નવી દિલ્હીમાં આજે સાંજે બિટીંગ રિટ્રીટ સમારોહ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તથા અન્ય કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ વર્ષનાં બિટીંગ રિટ્રીટ સમારોહમાં કુલ 30 પર્ફોમન્સ રજૂ કરવામાં આવ્યા હતા. ભૂમિ, નૌકા અને હવાઇ દળ તથા કેન્દ્રીય સશસ્ત્ર પોલિસ દળોનાં બેન્ડ દ્વારા કર્ણપ્રિય સંગીત રજૂ કરવામાં આવ્યું હતું.

જાન્યુઆરી 29, 2025 1:51 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 1:51 પી એમ(PM)

views 4

પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે, આજે નવી દિલ્હીના વિજય ચોક ખાતે બીટિંગ રીટ્રીટ સમારોહ યોજાશે

પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગ રૂપે, આજે નવી દિલ્હીના વિજય ચોક ખાતે બીટિંગ રીટ્રીટ સમારોહ યોજાશે.આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ વર્ષે બીટિંગ રીટ્રીટ સમારોહમાં કુલ 30 પ્રદર્શન આર્મી, નેવી, એરફોર્સ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના બેન્ડની સૂરાવલીઓ દર્શકોને મંત્રમુગ્ધ કરશે.

જાન્યુઆરી 24, 2025 7:48 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 7:48 પી એમ(PM)

views 3

આકાશવાણી અને દૂરદર્શન 26મી જાન્યુઆરીના રોજ કર્તવ્ય પથથી 76મા પ્રજાસત્તાક દિવસની પરેડના લાઈવ કવરેજ માટે સંપૂર્ણ રીતે સજ્જ

આકાશવાણી અને દૂરદર્શન 26મી જાન્યુઆરીના રોજ કર્તવ્ય પથથી 76મા પ્રજાસત્તાક દિવસની પરેડના લાઈવ કવરેજ માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. લાઇવ કવરેજનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક પર, WAVES OTT પ્લેટફોર્મ સાથે કરવામાં આવશે. ત્યારે માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુએ આકાશવાણી અને દૂરદર્શન દ્વારા લાઇવ કવરેજ માટે કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. શ્રી જાજુએ આકાશવાણી અને દૂરદર્શનની ટીમના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે, દરેક વ્યક્તિ આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પર્વના પ્રસારણને સુનિશ્ચિત કરવા...

જાન્યુઆરી 23, 2025 7:57 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 7:57 પી એમ(PM)

views 2

પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ગુજરાતમાંથી 175થી વધુ વ્યક્તિઓને આમંત્રણ અપાયું છે

પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ગુજરાતમાંથી 175થી વધુ વ્યક્તિઓને આમંત્રણ અપાયું છે. વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ, યોજનાઓનાં લાભાર્થીઓ, સ્વસહાય જૂથની બહેનો પણ દિલ્હી જશે.. સમગ્ર ભારતમાંથી ખાસ મહેમાનો તરીકે આમંત્રિત લોકોમાં ગુજરાતમાંથી ટેક્સટાઇલ ક્ષેત્રમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતાઓ, હેન્ડીક્રાફ્ટમાં સારું પ્રદર્શન કરનારા વ્યક્તિઓ, ગ્રામિણ વિકાસ માટે મહત્વનો ફાળો આપવા બદલ સ્વસહાય જૂથની બહેનો, શ્રેષ્ઠ પાણી સમિતિ, વન અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રમાં મહત્વનો ફાળો આપનારા, પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ, શ્રેષ્ઠ પેટ...

જાન્યુઆરી 23, 2025 7:37 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 7:37 પી એમ(PM)

views 5

આજે રાષ્ટ્રીય રાજધાનીમાં કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડનું ફુલ ડ્રેસ રિહર્સલ યોજાયું

આજે રાષ્ટ્રીય રાજધાનીમાં કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડનું ફુલ ડ્રેસ રિહર્સલ યોજાયું હતું. આ દરમિયાન, T90 ટેન્ક, નાગ મિસાઇલ સિસ્ટમ અને પિનાકા રોકેટ સિસ્ટમે દેશની લશ્કરી શક્તિનું પ્રદર્શન કર્યું. આ ઉપરાંત, સશસ્ત્ર દળોના વિવિધ માર્ચિંગ ટુકડી અને વિવિધ રાજ્યોના ટેબ્લોએ શક્તિ અને સાંસ્કૃતિક ઝલક રજૂ કરી હતી. ભારતીય વાયુસેના ના વિવિધ ફાઇટર જેટ્સ અને વિમાનોએ પણ કર્તવ્ય પથ પર એક આકર્ષક હવાઈ પ્રદર્શન રજૂ કર્યું.

જાન્યુઆરી 21, 2025 10:15 એ એમ (AM) જાન્યુઆરી 21, 2025 10:15 એ એમ (AM)

views 6

પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ મુખ્ય મહેમાન બનશે

દિલ્હી ખાતે આ વર્ષનાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય સંસ્કૃતિની વિવિધતા અને સૈન્ય શક્તિનું શાનદાર પ્રદર્શન કરવામાં આવશે. તેમાં બંધારણ લાગુ થયાના 75 વર્ષ અને જનભાગીદારી પર વિશેષ રૂપથી ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. આ વર્ષે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રાબોવો સુબિયાન્તો પરેડના મુખ્ય મહેમાન રહેશે. સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહે જણાવ્યું કે, કર્તવ્ય પથ પર પરેડમાં ભારતીય સશસ્ત્ર દળોની સાથે-સાથે ઇન્ડોનેશિયાનાં 160 સભ્યોની કૂચ ટુકડી અને 190 સભ્યોની બેન્ડ ટીમ પણ ભાગ લેશે. તેમણે જણાવ્યું કે, વિવિધ રાજ્...

જાન્યુઆરી 17, 2025 3:19 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 3:19 પી એમ(PM)

views 3

ડાંગમાં જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક દિવસ સુબીરની નવજ્યોત હાઇસ્કૂલ ખાતે યોજાશે.

ડાંગમાં જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક દિવસ સુબીરની નવજ્યોત હાઇસ્કૂલ ખાતે યોજાશે. જે અંગે જિલ્લા કલેકટર બી. બી. ચૌધરીએ સંબંધિત જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરે કાર્યક્રમ સ્થળની ચકાસણી સહિત રજૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમો, માહિતીપ્રદ ટેબ્લો, શિસ્તબદ્ધ પરેડ તથા વ્યક્તિ વિશેષના સન્માન સહિતના કાર્યક્રમની વ્યવસ્થાઓ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. પાટણ જિલ્લા કક્ષાનાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી પાટણ અને સરસ્વતી તાલુકા વચ્ચે આવેલા પ્રાચીન જાળેશ્વર મહાદેવ મંદિર, પાલડી ખાતે યોજાશે. પાટ...

જાન્યુઆરી 9, 2025 7:08 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 7:08 પી એમ(PM)

views 3

પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઉપસ્થિત રહેવા માટે આ વર્ષે 10 હજાર જેટલા વિશેષ મહેમાનોને આમંત્રિત કરાયા

પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઉપસ્થિત રહેવા માટે આ વર્ષે 10 હજાર જેટલા વિશેષ મહેમાનોને આમંત્રિત કરાયા છે. આમાં સરપંચ, આપત્તિ રાહત કાર્યકર્તાઓ સહિતના મહેમાનો સામેલ હશે.આ અંગે સાંભળીએ એક અહેવાલ.