સપ્ટેમ્બર 26, 2024 7:32 પી એમ(PM)

views 45

સાતમા રાષ્ટ્રીય પોષણ માસ દરમિયાન અત્યાર સુધીમાં વીસ લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન થઈ ચૂક્યું

સાતમા રાષ્ટ્રીય પોષણ માસ દરમિયાન અત્યાર સુધીમાં વીસ લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન થઈ ચૂક્યું છે. લોહીની અછતને રોકવા માટે વાર્ષિક પૌષ્ટિક આહાર અને કલ્યાણ અભિયાન અતંર્ગત લગભગ એક કરોડ 88 લાખ કાર્યક્રમો યોજાયા. 1 કરોડ 45 લાખ કાર્યક્રમોમાં પૂરક આહાર પર ધ્યાન કેન્દ્રીત કરાયું. સરકારે પોષણ સાથે અભ્યાસ ઝુંબેશ અંતર્ગત અંદાજે 1 કરોડ, 59 લાખ કાર્યક્રમોનું આયોજન કર્યું. જે અંતર્ગત લોકોમાં જાગૃતતા વધારવા માટે પર્યાવરણ સંરક્ષણ અને આ પ્રકારની અન્ય ઝુંબેશ પણ ચલાવવામાં આવી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અનુસાર આ ...

સપ્ટેમ્બર 20, 2024 3:31 પી એમ(PM)

views 17

પંચમહાલ જિલ્લામાં ‘સહી પોષણ દેશ રોશન’ અંતર્ગત પોષણ અને આરોગ્ય અંગે લોકોમાં જાગૃતતા લાવવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ

રાજ્યમાં પોષણ માસની ઉજવણી ચાલી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં ‘સહી પોષણ દેશ રોશન’ અંતર્ગત પોષણ અને આરોગ્ય અંગે લોકોમાં જાગૃતતા લાવવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ છે. પંચમહાલ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ સંયુક્ત બાળ વિકાસ સેવા વિભાગ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે માતાઓને પોષણ માસ અંતર્ગત માર્ગદર્શન અપાયું હતું. જેમાં ટેક હોમ રાશનનો વધુમાં વધુ ઉપયોગ, બાળકના જન્મના એક કલાકમાં ધાવણ આપવાનું મહત્વ, બાળક 6 માસનું થાય ત્યાં સુધી ફક્ત સ્તનપાન કરાવવા બાબત, સગર્ભા અને ધાત્રિ માતાઓએ રોજિંદા જીવનમાં કઠોળ ...

સપ્ટેમ્બર 6, 2024 3:15 પી એમ(PM)

views 17

સમગ્ર દેશમાં સાતમાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી

સમગ્ર દેશમાં ચાલુ મહિનો સાતમો રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવાઇ રહ્યો છે. રાજ્યભરમાં મહિલા અને બાળકલ્યાણ વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી અંતર્ગત એનિમિયા, ગ્રોથ મોનિટરીંગ, પૂરક આહાર, પોષણ ભી- પઢાઈ ભી, સુશાસન માટે ટેકનોલોજી અને પર્યાવરણ સંરક્ષણ જેવી વિવિધ પોષણલક્ષી વિષયવસ્તુ આધારિત કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે..જેમાં એનિમિયા જાગૃતિ સંદર્ભે અત્યાર સુધી ૮ કરોડથી વધુ પ્રવૃત્તિઓ યોજાઈ છે અને આંગણવાડી કેન્દ્રોમાં ૬ વર્ષ સુધીના ૮ કરોડ ૫૭ લાખ જેટલા બાળકોની આરોગ્ય ચકાસણી કરાઈ છે.