ઓક્ટોબર 17, 2024 8:21 એ એમ (AM)

views 6

ડાંગ જિલ્લાના ગઈકાલે રાત્રે આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સંગીત સંધ્યા સાથે પુરસ્કાર વિતરણનો કાર્યક્રમ યોજાયો.

ડાંગ જિલ્લાના ગઈકાલે રાત્રે આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સંગીત સંધ્યા સાથે પુરસ્કાર વિતરણનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ડાંગ પોલીસ અને જીઆરડીના જવાનો એ નવરાત્રી દરમિયાન મહિલા જાગૃતિ સહિતના કાર્યક્રમમાં સારી કામગીરી કરતાં જીઆરડી જવાનોનું સન્માન કરાયું હતું.

સપ્ટેમ્બર 9, 2024 7:32 પી એમ(PM)

views 12

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ગાંધીનગરના પોલીસ ભવન ખાતે અગિયારમી પશ્ચિમ ક્ષેત્રનો પોલીસ સંકલન બેઠક યોજાઈ ગઈ

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ગાંધીનગરના પોલીસ ભવન ખાતે અગિયારમી પશ્ચિમ ક્ષેત્રનો પોલીસ સંકલન બેઠક યોજાઈ ગઈ. દરમિયાન સાયબર ગુનાઓ રોકવા, આંતરરાજ્ય સંકલન, સરહદ વ્યવસ્થાપન ગુના સાબિતીનો દર વધારવામાટેના પગલાઓ, ત્રણ નવા ફોજદારી કાયદાઓના અસરકારક અમલીકરણ, ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે,ગુનાઓને અંકુશમાં રાખવા તથા ગુનાખોરીના નિવારણ અને તપાસની કામગીરીમાં રાજ્યો વચ્ચે આંતરિક સંકલન ખૂબ જરૂરી છે. આ બેઠકમાં મહારાષ્ટ...

જુલાઇ 30, 2024 7:46 પી એમ(PM)

views 11

રાજ્યમાં વિશિષ્ઠ કામગીરી કરનાર 110 પોલીસ અધિકારી અને કર્મચારીઓને ગાંધીનગર કરાઈ પોલીસ એકેડેમી ખાતે ડીજીપી એવોર્ડથી સન્માનિત કરાયા

રાજ્યમાં વિશિષ્ઠ કામગીરી કરનાર 110 પોલીસ અધિકારી અને કર્મચારીઓને ગાંધીનગર કરાઈ પોલીસ એકેડેમી ખાતે ડીજીપી એવોર્ડથી સન્માનિત કરાયા છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે રાજ્યભરમાં ઉત્તમ કામગીરી કરનારા પોલીસ અધિકારી કર્મચારીઓને ડીજીપી ડિસ્ક એવોર્ડ એનાયત કરાયા હતા. નાગરિકોના વિશ્વાસ પર ખરા ઉતરવા શ્રી સહાયે ગુજરાત પોલીસને અનુરોધ કર્યો હતો

જુલાઇ 29, 2024 2:40 પી એમ(PM)

views 8

આસામ પોલીસે કચર જિલ્લામાંથી 9 કરોડ રૂપિયાના નશીલા પદાર્થને જપ્ત કર્યો

આસામ પોલીસે કચર જિલ્લામાંથી 9 કરોડ રૂપિયાના નશીલા પદાર્થને જપ્ત કર્યો છે અને ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ અંગેની બાતમી મળતાં પોલીસે શનિવારે રાત્રે કટખાલ વિસ્તારમાં ખાસ તપાસ અભિયાન હાથ ધર્યુ હતું અને અબ્દુલ અલીમ નામની વ્યક્તિની ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આસામને ડ્રગ-મુક્ત બનાવવાના પ્રયાસો માટે પોલીસની પ્રશંસા કરી હતી. પોલીસને શંકા છે કે આ ડ્રગ્સની દાણચોરી મ્યાનમારથી કરવામાં આવી હતી અને આસામ થઈને દેશના અન્ય ભાગ...