માર્ચ 28, 2025 5:56 પી એમ(PM)

views 9

ખેડા જિલ્લા પોલીસને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્યકક્ષાના બે પુરસ્કાર એનાયત થયા

ખેડા જિલ્લા પોલીસને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્યકક્ષાના બે પુરસ્કાર એનાયત થયા છે. ગાંધીનગરમાં DGP કચેરી ખાતે અપાયેલા આ પુરસ્કાર બદલ જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ સ્થાનિક ગુના શાખા- LCB અને નેત્રમ્ વિશ્વાસ પ્રૉજેક્ટની ટીમને અભિનંદન પાઠવ્યા છે.

માર્ચ 19, 2025 7:09 પી એમ(PM)

views 6

રાજ્ય પોલીસ વડાના આદેશ અંતર્ગત પોલીસે ગુનાહિત પ્રવૃતિઓ કરતાં કુલ 7 હજાર 612 વ્યક્તિઓની યાદી તૈયાર કરી

રાજ્ય પોલીસ વડાના આદેશ અંતર્ગત પોલીસે ગુનાહિત પ્રવૃતિઓ કરતાં કુલ 7 હજાર 612 વ્યક્તિઓની યાદી તૈયાર કરી છે. જેમાં 3 હજાર 264 બુટલેગર, 516 જુગાર, 2 હજાર 149 શરીર સંબંધી, 958 મિલકત સંબંધી, 179 માઈની અને 545 અન્ય અસામાજિક પ્રવૃતિ કરતાં વ્યક્તિઓ પર વોચ રાખી તેમના ગેરકાયદેસરના દબાણો, ગેરકાયદેસર વીજ જોડાણો, શંકાસ્પદ આર્થિક વ્યવહારોની તપાસ કરાશે.

માર્ચ 12, 2025 6:11 પી એમ(PM)

views 9

પોલીસના સહયોગથી ખાનગી દુકાન અને સોસાયટીઓમાં 14 હજારથી વધુ સીસીટીવી કૅમેરા લગાડવામાં આવ્યા

અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાનું સુચારું પાલન કરવા શહેર પોલીસ દ્વારા વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરક્ષા વધારવા માટે પોલીસના સહયોગથી ખાનગી દુકાન અને સોસાયટીઓમાં 14 હજારથી વધુ સીસીટીવી કૅમેરા લગાડવામાં આવ્યા છે, જેનાથી ગુનાખોરી પર નજર રાખવામાં મદદ મળે છે તેમ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

ફેબ્રુવારી 14, 2025 7:19 પી એમ(PM)

views 8

પોલીસ વિભાગમાં બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં બહાર પડશે

પોલીસ વિભાગમાં બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં બહાર પડશે. રાજ્યની વડી અદાલતમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે પોલીસ વિભાગમાં 25 હજાર 660 જેટલી ખાલી જગ્યાઓ ઉપર સીધી કરવામાં આવશે. વર્તમાન ભરતીની શારીરિક કસોટી માર્ચમાં પૂર્ણ થશે, બાદમાં લેખિત પરિક્ષા અને પરિણામ જુલાઈ મહિનામાં આવશે. જે પૈકી પ્રથમ તબક્કામાં 11 હજાર કરતાં વધુ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. બાકીની 14 હજાર 283 જગ્યાઓની ભરતીની જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં બહાર પાડવામાં આવશે. બીજા તબક્કાની બાકી...

જાન્યુઆરી 31, 2025 6:40 પી એમ(PM)

views 7

ગાંધીનગર પોલીસ ભવન ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલનાં પોલીસ સ્ટેશનનું આજે રાજ્યના પોલિસ મહાનિદેશક વિકાસ સહાય દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું

ગાંધીનગર પોલીસ ભવન ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલનાં પોલીસ સ્ટેશનનું આજે રાજ્યના પોલિસ મહાનિદેશક વિકાસ સહાય દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. SMC પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દારૂના વેચાણ માટે ખોટા નંબર પ્લેટ, ખોટા એન્જીન નંબર અને ડોક્યુમેન્ટ બનાવતા 10 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી

જાન્યુઆરી 24, 2025 3:45 પી એમ(PM)

views 7

વડોદરા શહેરની ત્રણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી ધમકી મળતા પોલીસે તપાસ શરૂ કરી

વડોદરા શહેરની ત્રણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી ધમકી મળતા પોલીસે ત્રણેય શાળાઓમાં બોમ્બ સ્કવોડ સાથે તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરનાં ભાયલી વિસ્તારમાં આવેલી નવરચના શાળાનાં આચાર્યને સવારે ઈમેઈલ મળ્યો હતો. આચાર્યએ આ અંગેની જાણ પોલીસને કરી હતી. પોલીસે નવરચના ગ્રુપની ત્રણ શાળાઓમાં બોમ્બ સ્કવોર્ડ સહિત ફાયરબ્રિગેડ અને એમ્બુલન્સ સેવાઓ તૈનાત કરી હતી. જોકે અત્યાર સુધી કોઈપણ વાંધાજનક વસ્તુઓ મળી નથી.

જાન્યુઆરી 10, 2025 7:13 પી એમ(PM)

views 8

પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ ન થાય તે માટે રાજ્યના ડીજી અને આઇજી ઓફ પોલીસની કચેરી દ્વારા નાગરિકોને અપીલ

પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ ન થાય તે માટે રાજ્યના ડીજી અને આઇજી ઓફ પોલીસની કચેરી દ્વારા નાગરિકોને અપીલ છે. ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગકર્તા વિશે માહિતી હોય તો તાત્કાલિક 100 અને 112 નંબર અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેની માહિતી આપવા નાગરિકોને અપીલ કરાઇ છે.. ઉત્તરાયણનો તહેવાર તમામ નાગરિકો સલામત અને સુરક્ષિત રીતે ઉજવી શકે તે માટે પોલીસને મદદરૂપ થવા સૌને વિનંતી કરવામાં આવી છે.

જાન્યુઆરી 1, 2025 6:30 પી એમ(PM)

views 8

નવા વર્ષની ઉજવણી દરમિયાન રાજ્યમાંથી કેટલાંક જિલ્લાઓમાં ગુના કરેલા લોકોને પોલીસે પકડીને કાર્યવાહી હાથ ધરી

નવા વર્ષની ઉજવણી દરમિયાન રાજ્યમાંથી કેટલાંક જિલ્લાઓમાં ગુના કરેલા લોકોને પોલીસે પકડીને કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અમદાવાદ શહેર પોલીસે ગઈરાત્રે પ્રોહિબિશનનાં 218 કેસ નોંધ્યાં છે. તો, ડિંક એન્ડ ડ઼્રાઈવનાં 223 કેસ પકડ્યાં છે. સિંધુ ભવન રોડ પરથી ડ્રગ્સ અંગે ઝડપાયેલા લોકોનો બોડકદેવ પોલીસ વિભાગમાં ગુનો નોંધ્યો છે. અમદાવાદમાં અમુક આયોજકો પાસેથી પાંચ લાખ સાઈઠ હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ અંગે અમદાવાદ ડિસીપી ઈન્ચાર્જ રીમા મુન્શીએ વધુ માહિતી આપી છે. આ ઉજવણી દરમિયાન દારૂનો નશો કરીને આવતાં કે...

ડિસેમ્બર 31, 2024 8:42 એ એમ (AM)

views 12

31 ડિસેમ્બરને લઈને રાજ્યમાં દારૂની હેરફેર અટકાવવા પોલીસની સઘન તપાસ

31 ડિસેમ્બર અને નવા વર્ષના આગમનની ઉજવણીને લઈને દારૂની હેરાફેરી રોકવા રાજ્યભરમાં સઘન તપાસ ચાલી રહી છે. અમારા મહિસાગર જિલ્લાના પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે કે, રાજસ્થાનથી ગુજરાતમાં લવાતા દારૂની હેરાફેરી રોકવા જિલ્લામાં લુણાવાડા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ખાનપુર, કાલીયા કુવા, ડીટવાસ પુનાવાડા તેમજ સંતરામપુરના આનંદપુરી પાસે વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પ્રવેશતાની સાથે જ પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે. અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધી અંકિત ચૌહાણ...

ઓક્ટોબર 31, 2024 7:48 પી એમ(PM)

views 14

વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળો, કેન્દ્રીય પોલીસ સંગઠનોના 463 કર્મચારીઓને કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક એનાયત કરાયા છે

વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળો, કેન્દ્રીય પોલીસ સંગઠનોના 463 કર્મચારીઓને કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક એનાયત કરાયા છે. આ ચંદ્રક વિશેષઅભિયાન, તપાસ, ગુપ્તચર શાખાઅને ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રમાં ઉત્તમ કાર્યને બિરદાવવા, ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહિત કરવા અને મનોબળને મજબૂત બનાવવા માટે અપાયછે. ગુજરાતમાંથી છ અને કેન્દ્રશાસિત દમણ અને દીવમાંથી બે પીએસઆઇની પસંદગી કરવામાંઆવી છે.આ વર્ષે પ્રથમ વાર આ ચંદ્રક જાહેર કરવામાં આવ્યા છે. દર વર્ષે 31 ઓક્ટોબરેસરદાર પટેલની જન્મ...