ડિસેમ્બર 8, 2024 7:18 પી એમ(PM)

views 19

રાજ્યના 18 જિલ્લાઓ અને પાંચ મહાનગરપાલિકામાં આજે પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત 0-5 વર્ષના બાળકોને બે ટીંપા પોલિયોના પીવડાવવામાં આવ્યા

રાજ્યના 18 જિલ્લાઓ અને પાંચ મહાનગરપાલિકામાં આજે પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત 0-5 વર્ષના બાળકોને બે ટીંપા પોલિયોના પીવડાવવામાં આવ્યા. વિવિધ જિલ્લાની અલગ અલગ વિસ્તારોમાં પોલિયો બુથ બનાવી આરોગ્ય વિભાગ દ્વારા બાળકો માટે ઈમ્યુનાઈઝેશનની કામગીરી કરાઈ. નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે નર્મદા જિલ્લામાં પોલિયોના ટીપાં બાળકોને પીવડાવ્યા હતા. રાજ્ય સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં આજથી થી ૧૦ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન "પોલિયો રસીકરણ અભિયાન" ચાલશે

સપ્ટેમ્બર 1, 2024 8:23 પી એમ(PM)

views 15

પશ્ચિમ એશિયામાં, ગાઝા પટ્ટીમાં યુએન એજન્સીઓએ આજે પોલિયોનું અભિયાન શરૂ કર્યુ છે.

પશ્ચિમ એશિયામાં, ગાઝા પટ્ટીમાં યુએન એજન્સીઓએ આજે પોલિયોનું અભિયાન શરૂ કર્યુ છે. જે અંતર્ગત 6 લાખ ચાલીસ હજાર બાળકોને ગાઝામાં રસી આપવામાં આવશે. આ ઝુંબેશ દરમિયાન સતત ૩ દિવસ સુધી આઠ-આઠ કલાકનો ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ રહેશે. વિશ્વ આરોગ્ય સંગઠન ધ્વારા 10 વર્ષથી ઓછી ઉંમરના ઓછામાં ઓછા 90% બાળકોને રસી આપવામાં આવશે. ઘણા વખતથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલી રહયો છે તેમાં રસીકરણની ઝુંબેશ યુધ્ધ વિરામનું કારણ બનશે.