જાન્યુઆરી 4, 2025 10:00 એ એમ (AM) જાન્યુઆરી 4, 2025 10:00 એ એમ (AM)

views 4

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજથી બે દિવસ પોરબંદર લોકસભા ક્ષેત્રના પ્રવાસે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે અને આવતીકાલે પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે જશે. ડૉ. માંડવિયા આજે અને આવતીકાલે કેશોદ, જેતપુર, ગોંડલ અને ઉપલેટાનો પ્રવાસ કરશે. તેમજ આવતીકાલે તેઓ કાર્યાલય ખાતે લોકપ્રશ્નો સાંભળશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે સવારે જૂનાગઢના કેશોદ ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં હાજરી આપશે. ત્યારબાદ બપોરે એપીએમસી વંથલી ખાતે ટિફિન બેઠકમાં હાજર રહેશે, જેતપુર ખાતે ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી માંડવિયા બપોરે ગોં...

ડિસેમ્બર 26, 2024 3:22 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 3:22 પી એમ(PM)

views 9

પોરબંદરની પ્રાથમિક શાળાના શિક્ષકે છાણમાંથી બનાવેલા રમકડાંની રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી થઈ છે

પોરબંદરની પ્રાથમિક શાળાના શિક્ષકે છાણમાંથી બનાવેલા રમકડાંની રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી થઈ છે. મધ્યપ્રદેશમાં ભોપાલની રાષ્ટ્રીયકક્ષાએ ક્ષેત્રિય શિક્ષણ સંસ્થાન ખાતે યોજાયેલી પાંચ દિવસની કાર્યશાળામાં ગુજરાત, મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવે ભાગ લીધો હતો. નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ સાથે રમકડાં અને કઠપૂતળીનો શિક્ષણમાં ઉપયોગ થાય તે હેતુથી આ કાર્યશાળા યોજાઈ હતી, જ્યાં પોરબંદર જિલ્લામાંથી રાણાવાવ તાલુકાની આદિતપુરા પ્રાથમિક શાળાનાં ભાષા શિક્ષક ડૉ. પ્રજ્ઞા જોષીની પસંદગી ગો...

સપ્ટેમ્બર 5, 2024 7:57 પી એમ(PM) સપ્ટેમ્બર 5, 2024 7:57 પી એમ(PM)

views 2

પોરબંદરના દરિયામાં ભારતીય તટરક્ષક દળના ધ્રુવ હેલિકોપ્ટરનાં ગુમ થયેલા પાયલટને શોધવા માટે સઘન શોધખોળ અભિયાન ચાલુ છે

પોરબંદરના દરિયામાં ભારતીય તટરક્ષક દળના ધ્રુવ હેલિકોપ્ટરનાં ગુમ થયેલા પાયલટને શોધવા માટે સઘન શોધખોળ અભિયાન ચાલુ છે. તટરક્ષક દળના ચાર નૌકા દળના બે જહાજો અને કેટલાંક વિમાનો દિવસ રાત ગુમ થયેલા પાયલટની શોધ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 2 સપ્ટેમ્બરનાં રોજ મોટર ટેન્કરનાં ચાલક દળનાં સભ્યને મેડિકલ સહાય પૂરી પાડવા માટે રવાના થયેલું એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર દરિયામાં તૂટી પડ્યું હતું. આ ઘટનામાં એક પાયલટને બચાવી લેવાયા હતા અને ચાલક દળનાં બે સભ્યોનાં મૃતદેહો મળી આવ્યા હતા. ભારતીય તટરક્ષક દળના કમાન્ડન્ટ અમિત ...